________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ્યતંત્રમાં કે ધર્મના ભેદે લડીને પોતાની પાયમાલી કરતા નથી, અવી રીતે સર્વ દેશના લેકેને જ્ઞાન થશે ત્યારે તેઓ આત્મતિ, દેશોન્નતિ અને વિશ્વતિ કરવા સમર્થ થશે. જૈનોમાં સર્વ પ્રકારની નીતિનું જ્ઞાન થશે ત્યારે તેઓ આવશ્યક નીતિથી ઉન્નતિના માર્ગ તરફ ગમન કરી શકશે. નીતિના બંધનેથી બંધાઈને મનુષ્યો ધમની, રાજ્યની, દેશની રક્ષા કરવાનશકિતમાન બને છે. નીતિના નામે પ્રવર્તતી નિર્માલ્ય નીતિયોને હઠાવી દેવી જોઈએ. ધાર્મિક સામ્રાજયતંત્રમાં પણ ધર્મવૃદ્ધિ અથે ધર્મની રક્ષાર્થે અને ધર્મીઓની રક્ષાથે આપવાદિક જે દેશકાલાનુસારે આદરવા યોગ્ય નીતિ છે, તેનું અવલંબન ગ્રહવું પડે છે. ધર્મમાં અને નીતિમાં ભેદ છે. જડવાદીઓ ફકત એકલી નીતિને માને છે. અને પુનર્જન્મ ચૈતન્યવાદીઓ નીતિને અને તત્ત્વ ધર્મ એ બેને સ્વીકારે છે. શકિતયોને જીવતી વહેવરાવવાના જે જે ધર્મ ઉચિત વિચારે પ્રમાણે પ્રવૃત્તિ છે તે સર્વે નીતિ માગે છે. જેટલા નીતિના માર્ગે છે તેટલાજ અનીતિના માર્ગો છે. જેટલી ઔત્સર્ગિક નીતિ છે, તેટલીજ આપવાદિક નીતિ છે. જે વખતે જે નીતિ પ્રમાણે ચાલવાની જરૂર હોય છે તે સમયે તે નીતિ પ્રમાણે ન ચાલવામાં આવે તો અનીતિ કહેવાય છે. જેનાથી મન, વચન, અને કાયાની શકિત ન વધે તેવી જે જે પ્રવૃત્તિ હોય છે તે અનીતિ પ્રવૃત્તિયો ગણાય છે. જે નીતિને વિવેકથી તોલતાં આવશ્યક આદરણીય લાગે છે તેવી નીતિને આદરવી જોઈએ. નીતિરૂપ સાગરને પાર પામી શકાતા નથી. નીતિનું સ્વરૂપ બાંધતાં મેટા મોટા વિદ્વાને પણ મુંઝાય છે. હાલ દુનિયામાં જેટલાં નીતિના શાસ્ત્રો છે, તે વાંચી જવાથી તેને નીતિશાસ્ત્રકારની મુંઝવણ અવબોધાશે. ખાવામાં, પીવામાં, લગ્નમાં, વ્યાપારમાં, વેષમાં આચારવૃત્તિમાં લેકની ભિન્ન ભિન્ન નીતિની માન્યતાઓ છે, ત્યારે હવે કઈ નીતિથી પ્રવર્તવું એવું પ્રત્યેક મનુષ્યના મનમાં મનન થશે. તેના ઉત્તરમાં કહેવાનું કે દેશકાલાનુસારે પ્રગતિમય નીતિનું અવલંબન કરવું. સર્વ પ્રકારની શુભ ધર્મશકિતની વૃદ્ધિ તથા રક્ષણ થાય એવી યુતિરૂપ પ્રવૃત્તિ નતિયોથી પ્રવર્તવું. સર્વ વ્યાપક અને આવશ્યક નીતિ
થી પ્રવર્તવું. દેશકાલાનુસારે જે નીતિયોથી દેશ, કેમ, સંધિ, સમાજ, ધર્મની ચડતી થાય તે ધમ્ય શુભ નીતિ કહેવામાં આવે છે. વર્તમાનકાલીન શ્રીસદ્દગુરૂને અનુભવ લઈને ધર્મી મનુષ્યોએ ધાર્મિક સામ્રાજય નીતિવડે પ્રવૃત્ત થવું. અમેએ ભજન પદ્યસંગ્રહનાં આઠે ભાગમાં પ્રસંગે પાત્ત આજુ બાજુના સંયેગના બળે નીતિના ઉદ્ગારેને કાઢી પદ્યરૂપે યા છે, તેમાંથી સર્વ પ્રકારના ધમી મનુષ્યને ઘણું ગ્રહણ કરવા જેવું મળે તેમ છે. એ પ્રસંગોપાત્ત સહેતુક પ્રવૃત્તિથી
For Private And Personal Use Only