________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
શુભાશુભ ઉપગથી, શુદ્ધરૂપ છે ભિન્ન. શુભાશુભ ઉપગમાં, ચેતન થાતો દીન. કેવલ જે ઉપગ શુદ્ધ, સાચે ચેતન ધર્મ પરમ પ્રભુતા આપતો, પ્રગટાવે શીવ શર્મ; ચેત ચેત ચેતન અરે, ત્યજી મેહની નિન્દ; ભૂલી આત્મસ્વરૂપને, પકડે કયાં પર જિન્દ અનન્ત જીવ મુકિત લહ્યા, ભાવી આતમ ભાવ; આતમ તે પરમાતમા, સિદ્ધ બુદ્ધ સદ્ભાવ; જે જે નાટક તું કરે, તે નહિ તારૂં રૂપ, પર પુલ મમતા ધરી, પડ ના ભવજલ કૂપ; છેદ્યો તું છેદાય ના, લેવો ના ભેદાય; મિથ્યા બ્રાન્તિ ત્યાગીને, સમજ સમજ મનમાંહ્ય: ૫૪ જે દેખે તે તું નહીં, નહિ દેખે તે આપ; આપ આપ વિચારતાં, ટળે પુણ્યને પાપ, પુણ્ય પાપ નાટક કરી, ફરતો ભવમાં ભાઈ હારાથી જે ભિન્ન છે, તેની જૂઠ સગાઈ; જૂઠ સગાઈ માનીને, કરતા મેહાધ્યાસ; એ તુજને તે ના ઘટે, મેહે ભવ આવાસ; મેહ ભાવ ત્યાખ્યા વિના, ટળે નહીં સંસાર; એવું મનમાં જાણુંને, મેહ દશાને વાર, મારૂં મારું શું કરે, લ્હારૂં ના જગ કોય; એક અરૂપીઆતમાં, અંતરમાં તું જોય; મેળે પંખીને મન્ય, ભવમાં ના થિરવાસ; ક્ષેત્ર ગ્રહાદિકમાં અરે, કર ના મમતા સ્વાસ; પંખીને મમતા અરે, ઘટે ન કરવી અત્ર; ભાતું લે પરભવતણું, કર્તવ્ય શુભ માત્ર; તેજસ કાર્યણ દેહ બે, પરભવ આવે સાથ; રંકગણું નિજને અરે. ભૂલ્યો ત્રિભુવન નાથ;
-
{
,
કે
For Private And Personal Use Only