________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૮
ભજનપદ્ય સંગ્રહ,
સિદ્ધ સમે સત્તાથકી, નહિ તું પર પર્યાય રંક પણું મનથી ત્યજી. ધ્યાવે સિદ્ધ સહાય; કુટુંબ કબીલા સાથમાં, કદી ન આવે ભવ્ય મમતા તેની ત્યાગીને, કરતું નિજ કર્તવ્ય ચાર શરણને આદરી, પાપ કર્મ કર ત્યાગ; શુભ કમે અનુમોદીને, દેવાદિક ધર રાગ. કેવળજ્ઞાનીએ કચ્યું, તેની શ્રદ્ધા ધાર; શ્રદ્ધાથી સમ્યકત્વની, પ્રાપ્તિ છે જયકાર. ઉત્સુત્ર ભાષણ કર્યું, પશ્ચાતાપે વાર; મિથ્યા દુષ્કૃત દેઈને, આરાધકતા ધાર. . ગુરૂ પાસે આલોચના, લે તું સરલ સ્વભાવ; ત્રણ શલ્યને પરિહરી, પામીશ આવિર્ભાવ. ખમી ખમાવી સર્વથી, આતમ નિર્મલ ધાર; વરઝેર વિઘટ્યાથકી, પામીશ મુક્તિ નાર, કલેશ કર્યા જે સાથમાં, તેહ ખમાવો જીવ ખમે ખમાવે તે થતો, નિર્મળ ચિઘન શિવ. હgયા જે જે પ્રાણયા, અજ્ઞાને હિ સદેવ, મિથ્યા દુકૃત દેઈને, નિર્મળ થા શુભમેવ. કર્માધીન સે પ્રાણીયા, કોઈ ન વેરી જાણ; કર્મવશે સંસારમાં, ભટકે મનમાં આણ. શત્રુ કેઈ ન જાણુ મન, મિત્ર કરી સહુ માન; મૈત્રીભાવના ભાવીને, કર આતમ કલ્યાણ સદ્દગુણની પ્રીતિ ધરી, કર ગુણી જનને રાગ; ગુણરાગી મુક્તિ લહે, ગુણરાગે ઝટ જાગ; ધમી જનને દેખીને, ધર મનમાંહિ અમેદ. ભાવપ્રમોદે જે રમે, તે ના જાય નિગે. દેશી જનપર રાગ ના, તેમ નહીં મન દ્રેષ; ચિત્ત ધરી મધ્યસ્થતા, પરિહર ભયના કલેષ.
For Private And Personal Use Only