________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ,
આંખે જે દેખાય છે, ત્યારે ના તલ ભાર; તારૂં તારી પાસ છે, અંતર્માંહિ વિચાર. ૫ખીના મેળે મળ્યા, ભિન્ન થતાં ના વાર; ચેત ચેતરે આતમા, આણી ચિત્ત વિચાર. ઇન્દ્રજાલ સમ ખેલ આ, આંખે સહુ દેખાય; તારૂ તેમાં કાંઈ ના, ભૂલ હવે ના થાય. જેમાં ત્હારૂં કાંઈ ના, તેમાં જરા ન મુજ; પર તે હારૂ ના થતું, એ અન્તનું ગુજ. પરની ચિંતા ક્યાં કરે, તુ પર પુદ્દગલ ભિન્ન, તુછે આત્મસ્વભાવમાં, થા તું નિજગુણ લીન. રૂપાનો ભ્રમ છીપમાં, જડમાં સુખની બુદ્ધિ; ભ્રાંતિ એ ત્યાગી અરે, કર નિજ આતમ શુદ્ધિ. અનન્ત ભવ પાપે કર્યા, જ્ઞાને દૂર પલાય; પરમાં નિજ ભ્રાંતિ ટળે? ચેતન શિવપુર જાય. રાગ દોષ ટાળ્યા થકી, મુક્તિ સહજે થાય; સર્વ શાસ્ત્ર પરમાર્થ એ, સમજ સમજ મન માંહ્ય. પશ્ચાત્તાપ કર્યો થકી, ટળે કર્મની રાશ; કર્યા કર્મ આલેાચીએ, ચિત્ત ધરી વિશ્વાસ. મારૂ તારૂં જ્યાં લગી, તાવત્ છે સ ંસાર; મારૂ તારૂ પરિહરી, ભાવેા આતમ સાર. કાળ અનાદિથી અરે, થયા ક સંચાગ; પરભાવે રમતાંથકી, પરપુદ્ગલનો ભાગ. પરભાવે તું કયાં રમે, તેથી ભિન્ન વિચાર; રૂપાતીતપણું ખરૂ, તુજ સ્વરૂપજ ધાર. શરીર પુલ ભિન્ન છે, મનમાં એવુ ભાવ; નામરૂપથી ભિન્ન થઇ, અન્તમાં લય લાવ. શુભાશુભપણ ઘરે, દશ્ય વસ્તુમાં જેહ,
For Private And Personal Use Only
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
१७
૧૮
૧૯
२०