________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
વિહારે ૭
બુદ્ધિસાગર વિહરતાં રે, સહજાનન્દ હમેશ. મુ. વડનગર. સંવત ૧૯૭૦ ચૈત્ર વદિ ૩
રવેસ્ટ પત્ર. 6. મુંબઈથી કામી ન જુવે જાત કુજાત, કામી ન જુવે દિન વા રાત; પડે ન કામીને મન ચૅન, વિષય વાસના વર્તે બૅન. કામી અન્ય ન દેખે પાસ, કરગરતે કામી જન દાસ; વધે વાસના થાય ને તૃપ્તિ, કામે કામિત હાય સુષુપ્તિ. પૂઠે નિર્દો લોક હજાર, સ્વજન વર્ગ દેવે ધિક્કાર; તનમન શક્તિ હોવે વ્યર્થ, હવે કામે મહા અનર્થ. ભેગવતાં વૃદ્ધિગત થાય, કાષ્ઠ વતિ વધતી જાય; ગુણ દાવાનલ સમ છે એહ, કામે રહે ન નિર્મલ દેહ. ધોળામાં કાળું કરનાર, કામે ધૂળ સમો અવતાર; મનને તેથી પાછું વાળ, સજન સંગે જીવન ગાળ. થાડું કીધું ઘણું જ માન, મનમાં લાવી ઉત્તમ સાન; મુક્તિ પન્થમાં થા તૈયાર, છોડીદે ભ્રમણ નિર્ધાર. પડી ટેવ ટળતાં બહવાર, ટાળતાં ટળતી નિર્ધાર, મેહકર્મનું ટળતાં જેર, બુરીટેવ ટળે મહાર. મનબળને ફેરવ નિર્ધાર, સન્ત જનની થાશે વ્હાર; ટળશે કામતણો મહાગર્વ, યત્ન નાસે દે સર્વ સમજી શુભ પળે ઝટ ચાલ, સગુણ મેં જે જગમાં હાલ; બુદ્ધિસાગર શિક્ષા પાળ, સમજીને સાચું સંભાળ. સં. ૧૯૬૭
For Private And Personal Use Only