________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ર
ભજનપદ્ય સંગ્રહ,
annammannman
પંડિતાઈ મનમાં ધરતા, ઉંચુ જેમાં ફરતા રે, તેવા જન માયાના જોરે, જગને તે કરગરતા રે. જગ ૭ માયા છેટી માયા જૂઠી, કહી માયાને નિન્દ રે; ત્યાગી વૈરાગી જન મેટા, પડતા માયા ફળે છે. જગ૦ ૮ ગોથાં ખાધાં જ્ઞાનિજનેએ, માયાથી ન ઉગરિયા રે, માયા સામે યુદ્ધ કરતાં, માયામાંહિ મરિયા રે. જગo ૯ સંન્યાસી સાધુઓ મોટા, માયા આગલ છોટા રે; માયાબ્દિ તરતાં માયાના, થઈ ગયા પરપોટા રે. જગ ૧૦ સિદ્ધાઈનાં બણગાં કુ કે, માયાથી તે ચૂકે રે
ગત સહભેદ વિષે તે, માયાગ્નિને મૂકે રે. જગ૦ ૧૧ ભકતને ભડકાવ્યા ભારી, હિમ્મત ભાગ્યા હારી રે, ગમે તેહ રૂપે જગમાંહિ, માયા સેવે નારી રે. જગ ૧૨ માયાનાં છે અનેક રૂપે, સ્થલ સૂક્ષ્મ અવતારી રે; સૂકમપણે સતેને માયા, થાતી દુઃખ દેનારી રે. જગ૦ ૧૩ કીત્યોદિકનાં રૂપ ધરીને, અહંવૃત્તિના પાસે રે; જ્ઞાનીઓને નાખે માયા, બહુલાં રૂપ પ્રકાશે છે. જગ. ૧૪ ત્યાગીઓને રાગી કરતી, કીતિ કમલા સંગે રે; બાપ્રતિષ્ઠા પાસે નાખી, રમાડતી નવરંગે રે. જગ૧૫ ભડકાવ્યા બહુ બ્રહ્માચારીને, ત્રેવીસ વિષયે રામ્યા રે; રાગદ્વેષની વૃત્તિના, નાચે મનમાં માગ્યા છે. જગ. ૧૬ ત્યાગીઓને તૃષ્ણા વળગી, કરતા નિન્દા ચાડી રે, બ્રહ્મ મૂકીને પડયા ભરમમાં, રહી ન વશમાં નાડી રે. જગ૧૭ જોગીઓ વાળે લંગોટા, પણ મનમાંહિ ગેટે રે. તળાવના બગ ભકત જેવા, માયા રંગે ખટારે. જગ. ૧૮ કેકે કાઢ્યા મુંડ્યા જ્યાં ત્યાં, ભમતા ભક્ષા માગી રે. માયાના પૂજારી બનીયા, જડે વસ્તુના રાગી રે. જગટ ૧૯ રાગ દેષ માયાની લીલા, કળી કદા ન કળાતીરે, માયાની પુજારી દુનિયા, માયા માયા ગાતી રે.
જગ૯ ૨૦
For Private And Personal Use Only