________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૪૩૧
આજ હારે આત્મસૃષ્ટિમાં અજવાળું ઉભરાય જે, સુખને સાગર કલેલે ચઢી ઘણે જે આજ મહારે ઉપશમભાવે સમતા ઘટ વર્તાય જે, નામ રૂપની ભ્રમણા ભાગી થઈ દરે રે લોલ. આજ મહારે ઝળહળ જ્યોતિ સ્વપર પ્રકાશી ખૂબ જે, આત્મસમાધિમાંહિ અદ્વૈત નિજરૂપે જે; આજ હારે અનુભવામૃત વર્ષે આત્મપ્રદેશ જે, શાંતિ છવાઈ વાદળ નહીં પરભાવનું જે. આજ મહારે ધ્યાતા ધ્યેયને ધ્યાનતણું એકતાન જે, ઈન્દ્રિયાતીત આનન્દ ઘેને શિવપણું જે; આજ મહારે દિલમાં પરમ પ્રભુજી પ્રગટ્યા બેશ જે,
બુદ્ધિસાગર ઝગમગ તે ઝગમગે છે. સંવત ૧૯૭૦ ના આ સુદિ ૧૫ રવિવાર
=== માથા. ~-~જગમાંહિ માયા મહા દેવી, સાને નાચ નચાવે રે, ચૈદ ભુવનમાં જ્યાં ત્યાં ચાવી, સો માયાને ગાવે રે. જગ ૧ માયાના પગમાં સહુ પડતા, માયા માયા કરતા રે નવનવ રંગે નવનવ સંગે, માયાયેગે ફરતા રે. જગ ૨ માયા એતો છે મહાકાલી, લાગે સહુને પ્યારી રે, હરિહર બ્રહ્માદિક અવતારી, મુંઝવ્યા મહાભારી રે. જ ૦ ૩ મેહરૂપ માયાની શક્તિ, જાણે અપરંપારી રે, ફન્દ તેના સર્વે ફરીયા, અનેક રૂપ વિચારી રે.. જગ ૪ બ્રહ્મરન્દ્રમાં શ્વાસ ચઢાવે, હઠાગી પદ પાવે રે, તે પણ માયાના વશ આવે, અષ્ટ સિદ્ધિના દાવે રે. જગ ૫ તપસી લપસી ગયા તુર્તમાં, મહા માયાના જોરે રે, હું હું કરતા અહંવૃત્તિના, ફસી ગયા મહાતીરે રે. જગ ૬
For Private And Personal Use Only