________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૦
ભજનપદ્ય સંગ્રહ.
થતી ના જ્ઞાનની વૃદ્ધિ, નથી રૂચિ ગુણે લેવા મળી વેળા જતી છે, અમારા મિત્ર શી રીતે. ગપાટા મારવા જૂઠા, નથી ગમતા અમોને એક તમારૂં ચિત્ત છે એમાં, અમારા મિત્ર શી રીતે. તમે જ્ઞાની બન્યા નહીંને, રહે અજ્ઞાનમાં રાચી. તમેને જ્ઞાનથી વાંઘો, અમારા મિત્ર શી રીતે. નથી એવું તમારામાં, અમેને કંઈ નવું આપ; થયો ના લાભ સંગતથી, અમારા મિત્ર શી રીતે. બન્યા ના દાસ જ્ઞાનીના, કરે ના ધર્મની વાત; કરે છે પાપની વાતે, અમારા મિત્ર શી રીતે. વિચારે મેળ ના મળતે, પડે વાંધા ઘણા મેળે; મળેલું ફોલી ખાનારા, અમારા મિત્ર શી રીતે. રહી પાસે પડાવામાં, કરે કંઈ પ્રેરણા જુદી, જરા ના રાજી ચડતીમાં, અમારા મિત્ર શી રીતે. દશે દેવા રહી વૃત્તિ, ધરે વિશ્વાસ ના પૂરે; રહો વ્યસને વિષે રાચી, અમારા મિત્ર શી રીતે. સરે જે સ્વાર્થ તે આવે, અમારી પાસમાં રહેલા સરે ન સ્વાર્થ તે દૂરે, અમારા મિત્ર શી રીતે. ગુણે લેવા ગુણે દેવા, ખરી આ ન્નતિ કરવા
બુદ્ધચબ્ધિ મિત્રને મેળે, થતું અદ્વૈત મૈત્રીમાં. સંવત ૧૯૭૦ ના આ સુદિ ૧૩ શુક્રવાર
eG आसो पूर्णिमा रात्रि. આજ મારે આશો માસે પુનમની શુભ રાત જે, ઉજજવલ ધ્યાને આતમ જ્યોતિ ઝળમણે જે આજ મહારે આકાશે શોભે છે ઉજ્જવલ ચંદ જે, આત્માકાશે અનુભવ ચંદે ઉગી જે.
For Private And Personal Use Only