________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૪૩
કથી દે ભય થકી છાનું, ઉકેલી દે ખરું ખાનું, વહે જે ચિત્તને ખારે, નથી વિશ્વાસુ એ કયારે. પુટીને પેટ જે ફેડે, ચઢીને હ વરઘોડે ચઢાવ્યે જે ચડે ફાળે, નથી વિશ્વાસુ એ ક્યારે. વહેતા વેંણની માઝા, બને જે કોધને રાજા, વહેલા વેણને હારે, નથી વિશ્વાસુ એ ક્યારે. અરે જ્યાં સ્વાર્થ ત્યાં ભળતે, ખરૂં બીજું નથી ગણત, ઉડાવે વાતમાં ભારે, નાથા વિશ્વાસુ એ ક્યારે. બનીને ગારને ખીલે, તે સહુ વાતમાં ઢીલે; પડયા પર પાટુ જે મારે, નથી વિશ્વાસુ એ ક્યારે. પ્રમાણીક પૅણથી ભારે, પ્રતિજ્ઞાથી નહીં હારે બુદ્ધ બ્ધિ ધર્મને ધારે, સદા વિશ્વાસુ છે ત્યારે. સંવત્ ૧૯૭૦ ના આ સુદિ ૩ મંગળવાર.
2 स्वगत ध्यान कर्या पश्चात् उद्गार.2 વાહવાહ ઝળહળ જ્યોતિ જણાય, ઝળહળ જ્યોતિ જણાય છે. વાહ,
વાહવાહ. ચેતનને શુભ ચેતના, બનીયાં એકાકાર; હું તુંની દુગ્ધા ટળી, આનન્દ ઉલસ્ય અપાર. વાહવાહ. ૧ અનન્ત રૂપની કલ્પના, અનન્ત નામની વૃત્તિ, અહંવૃત્તિ બેની ટળી, પ્રગટી વિવેકશક્તિ. વાહવાહ. ૨ જન્મ મરણની કલ્પના, રહી ન જોતાં કંઈ બ્રહ્મા વિષ્ણુ મુજ વિષે, હર નારાયણ મહીં. વાહવાહ. ૩ શોધું તે સહુ આત્મમાં, સિદ્ધ બુદ્ધ નિજમાંહિ; અસ્તિ નાસ્તિ સાપેક્ષતા, મારામાં સહુ આંહિ. વાહવાહ. ૪ દેહ છતાં ના દેહ હું, ચિદાનન્દ ઘન રૂપ, મુજ સમ છે વિશ્વના, ત્રણ ભુવનને ભૂપ. વાહવાહ, ૫
For Private And Personal Use Only