________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
દેશમ રાજ્યધર્મની પડતી ન થાય અને અનીતિમય મનુષ્યથા કચરાઇ ન જવાય એવી દક્ષ નીતિને દક્ષ લેકે આચરે છે. સર્વત્ર સર્વ દેશોમાં સર્વ કેમમાં પરસ્પર શાંતિ રહે એવી નીતિને વિશ્વ સેવકે પ્રભુના પ્રેમથી આચારમાં મૂકવા પ્રયત્ન કરે છે. જેનીતિના વિચારોથી અને આચારાથી પિતાનું સઘનું,કેમનું રાજ્યનું, દેશનું શ્રેય સાધી શકાય તેવી દેશકાલાનુસારેનીતિ જાણીને તે આદરવી જોઈએ. જમાને ઓળખ્યા વિના ગાડરીયા પ્રવાહથી વહેરાના નાડાના જાલવાના આગ્રહની પેઠે આજુ બાજુનો વિચાર કર્યા વિના જે નીતિ પાળવામાં આવે છે, તેજ શરૂપે પરિણમીને દેશ કેમ ધર્મના નાશ થાય છે. સર્વ દેશોમાં અને સર્વ ધમી લેકેના ધર્મ શાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન નીતિ હોવાથી અવસર દેખ્યાવિના અમુકજ નીતિને પકડી રહે છે તે સ્વનો અને સ્વધર્મને નાશ કરે છે. જેવા મનુષ્યોથી કામ લેવાનું હોય છે તેની સાથે તેવી નીતિથી વર્તવું પડે છે. સજજન મનુષ્યની પેઠે દુર્જનની સાથે એક સરખી નીતિથી વર્તવામાં આવે તે આત્માનો કુટુંબને નાશ થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. ઈગ્લીશ સરકારની પેઠે સર્વ પ્રકારની રાજ્યનીતિની સર્વ પ્રકારના તંત્રોનીની લિયોની વર્તમાનકાલાનુસારે આવશ્યકતા છે. બ્રિટિશ સરકારે જે રાજ્યનીતિની અને વ્યાપારનીતિની વ્યવસ્થા કરી છે, તેના જેવી હાલમાં અન્યત્ર દેખાતી નથી. જે નીતિથી રાજ્યની દેશની, સમાજની, કામની, ધર્મની પડતી ન થાય અને શાંતિ સંરક્ષી શકાય તેને વ્યાવહારિક નીતિ કહેવામાં આવે છે. વેદકાલનિવાસી રૂષભદેવના કાલની નીતિ હેય, પરંતુ તે નીતિ તે કાલીન મનુષ્યને વિશેષતઃ ઉપયોગી હતી. તે નીતિ પ્રમાણે હાલજે વર્તવામાં આવે તે સર્વથા સર્વ પ્રકારની હાલની વ્યાવહારિક પ્રગતિ કરી શકાય નહીં. જમાનાને ઓળખી અનેક વિચારની અને આચારની નીતિમાં પરિવર્તન થાય છે, અને ભવિષ્યમાં થશે, એક સરખી વ્યાવહારિક નીતિ રહી નથી, રહેતી નથી અને રહેશે નહી. રાજ્યના કાયદાઓ ફરે છે. ધર્મના કાયદાઓ ફરે છે, કેમના કાયદાઓ ફરે છે. જ્ઞાતિના કાયદાઓ ફરે છે. વ્યાપારાદિ આજીવિકાના કાયદાઓ ફરે છે. આ વિશ્વના પટ્ટપર એક સરખી નીતિ રહી નથી. સર્વ જાતની નીતિમાં પરિવર્તને તે થયા કરવાનાં આયાવત પર એક વખત જેનેની રાજ્યાદિક નીતિઓનું જોર હતુ, પશ્ચાત વૈદિક કાલમાં વૈદિકે નીતિનું પ્રાબલ્ય વધ્યું, પશ્ચાત્ મુસલમાની રાજ્ય થતાં તેઓની રાજ્યનીતિનું જોર વધ્યું પશ્ચાત્ બ્રિટીશ રાજ્યની સ્થાપના થતાદ્ધ, જૈન, મુસલમાન વૈદિક અને ખ્રિસ્તી નીતિયોનાં પરિવર્તનની મિશ્રતાયુક્ત ઘણી નીતિયો થઈ છે. નીતિની બાબતમાં મુત્સદી વર્ગ તરીકે
For Private And Personal Use Only