________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
ભજનપદ્ય સંગ્રહ,
~
~
~
ગુણથી પૂજ્યતા મળતી, ગુણેથી સિદ્ધતા મળતી, ગુણથી સહુ ખુશી થતા, ગુણોથી ઉન્નતિ થાતી. કરીને સંપ જાપાન, કળા હુન્નર વધાર્યા બહ; પ્રતિષ્ઠા પૃથ્વીમાં વ્યાપી, ગુણોથી ઉન્નતિ થાતી. જુઓ સામ્રાજ્ય બ્રિટનનું, પ્રયત્ન સંપ વિદ્યાથી; રહ્યું છે વિશ્વમાં વ્યાપી, ગુણેથી ઉન્નતિ થાતી. જુઓને ચીન જાગ્યું છે, કરે દેશોન્નતિ કૃત્ય અમેરિકા થયું મોટું, ગુણેથી ઉન્નતિ થાતી. વધે વિજ્ઞાનમાં કેવું, જુઓ જર્મન સદેત્સાહ ખરેખર બાહ્ય અંતરમાં, ગુણેથી ઉન્નતિ થાતી. થયા બેહાલ ભારતના, કુસંપ દ્વેષ અજ્ઞાને થતી પડતી જ દુર્ગણે, ગુણેથી ઉન્નતિ થાતી. ગુણ એ દેવની શક્તિ, ગુણામાં વાસ ઈશ્વરને ગમે તેવા પ્રસંગે માં, ગુણથી ઉન્નતિ થાતી, રજોગુણ ને તમે ગુણની, સદા ના ઉન્નતિ રહેતી સદાની પૂર્ણ સાત્વિકી, ગુણેથી ઉન્નતિ થાતી. ત્યજી નાસ્તિકતા ઈર્ષ્યા, ત્યજી અજ્ઞાન વ્યસને ને, બુદ્ધચબ્ધિ સદ્દગુરૂ સંગે, ગુણોથી ઉન્નતિ થાતી. સંવત્ ૧૯૭૦ના ભાદરવા વદિ ૧૧ બુધવાર
છે હતા ત્યાં થતું વું.
કવ્વાલિ. અવિદ્યાની થતી વૃદ્ધિ, કુસંપે ચિત્ત ચકડે છે, વધે ઈર્ષ્યાગ્નિની જવાલા, અહંતા ત્યાં થતું એવું. જરા કઈ પણ ખમાતું ના, વધેલું માન અન્યનું થત સંલેશ અન્યોથી, અહંતા ત્યાં થતું એવું. વધે છે વૈરની જવાલા, બુરૂ કરવા વહે વૃત્તિ થતે પ્રારંભ પડતીને, અહંતા ત્યાં થતું એવું.
For Private And Personal Use Only