________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
% માવે મેજી. કચ્છ મેળ સ્વભાવનુસાર, સર્વના મેળ સ્વભાવાનુસાર, જ્યાં ત્યાં છે નિર્ધાર
સર્વ વેશ્યા વેશ્યાથી મળે રે, કામી કામીને સંગ; કાળામાં કાણું મળે રે, રાતે રક્ત જ રંગ. સર્વ ૧ મેળ વાદીને વાદીથી રે, સન્તને સત્તથી મેળ; કપટી કપટીથી મળે રે, મેલની સાથે મેલ. સર્વ ૨ બાળક બાળકથી મળે રે, વૃદ્ધની સાથે વૃદ્ધ વાદળી વાદળથી મળે રે, વૃદ્ધની સાથે વૃદ્ધ. સર્વ. ૩ રજોગુણી રજોગુણી થકી રે, કરતે પ્રેમ સંબંધ સાત્વિકને સાત્વિક થકી રે, મેળતણે છે પ્રબંધ. સર્વ ૪ સરખી પ્રકૃત્યનુસારથી રે, થાય પરસ્પર પ્રીતિ; ભૂંડ ભૂંડણ દેખતાં રે, અનુભવની એ રીતિ. સર્વ. ૫ ભિન્ન સ્વભાવ થતાં ખરે રે, રહે ન મેળમાં માલ; મળી જ છૂટા પડે રે, વિવે અનાદિની ચાલ. સર્વ. ૬ વિષ અમૃત મળી ના રહે રે, તેજ અને અંધકાર દુગ્ધ કાંજી મેળ ના રહે છે, ભિન્ન પ્રકૃતિ વિચાર. સર્વ ૭ અન્તરૂમાં વા બાહ્યમાં રે, સરખા પરમાણુ મેળ; કુદ્રથી સાદૃશ્ય જ્યાં રે, ત્યાં એ વાતે ખેલ. સર્વ ૮ મેળ છે ગીને ગીથી રે, ભક્તને ભક્તિથી જાણુ સરખી પ્રકૃતિ જ્યાં મળે છે, ત્યાં મન મેળ પિછાણું. સર્વ. ૯ મેળ અનન્તા વિશ્વમાં રે, ભિન્ન સ્વભાવે હેય બુદ્ધિસાગર મેળની રે, અકથ્ય કથની જેય. સર્વ ૧૦ સંવત ૧૯૭૦ના ભાદરવા સુદિ ૧૧ સોમવાર
For Private And Personal Use Only