________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધારવા ધારે છે તે કદાપિ પ્રભુને ભક્ત બની શકતો નથી, તેમજ તેઓ કહે છે કે પશુઓને અને પંખીઓનો હોમ કરવાથી પરમાત્મા ખુશ થતા નથી અને દેવલેકની પ્રાપ્તિ થતી નથી. શ્રી મહાવીર પ્રભુ કહે છે કે માગનુસારીના પાંત્રીશ ગુણે યાને નીતિના ગુણે પ્રાપ્ત કર્યા વિના કોઈ મનુષ્ય માટે ધર્મ પાળવાને લાયક બની શકતો નથી. અનીતિ દુર્ગુણો ધારણ કરનારા મનુષ્યોને ગુણે આવ્યા વિના જે પ્રભુ તારે છે એમ જે પ્રભુ કહે છે તે પ્રભુને કરેડે ગાઉથી નમસ્કાર છે. અધર્મનો નાશ કરવાને માટે અને ધર્મની રક્ષા કરવાને માટે શ્રી તીર્થકરોને--પરમાત્માઓને અવતાર થાય છે. તેઓ પ્રથમ નીતિના ગુણોનું શિક્ષણ આપે છે. પશ્ચાત આત્માની શુદધતાનો ઉપદેશ આપી આત્માના સ્થાદ્વાદ ધર્મને પ્રાપ્ત કરવા માટે મનુષ્યોને ઉપદેશ આપે છે. જે નીતિમાન નથી, જે પ્રતિજ્ઞાપાલક નથી, જે વિશ્વાસઘાતી છે, જે તેય કર્મ કરે છે, તે પરિત્રધમ બનવાને લાયક બન્યો નથી. અવિરતિપણું ત્યાગ કરવાની જેને ખાસ કાળજી છે તેજ સમ્યક્ત્વી બની શકે છે. મનુષ્યને પરસ્પર સમાન હકક છે છતાં એક પ્રજા બીજી પ્રજાને ગુલામ બનાવે અને પોતાને ધર્મિ માને એ કઈ રીતે નીતિમાન ગણી શકાય નહીં, તો તે પ્રજા તે ધમ ગણાયજ કયાંથી. માટે મનુ બેએ નીતિ પર ખાસ લક્ષ દેવું જોઈએ. જે જે સત્ય નીતિના ગ્રંશે છે તેને અનુસરીને વર્તવું જોઈએ. જેનામાં નીતિ નથી તે ગમે તેમ પ્રભુને ભજે અને અન્યોના ગળાં કાપે તેથી કદિ પરમાત્માને પ્રાપ્ત કરી શકતો નથી. યુરોપમાં હાલ મહાયુદ્ધ પ્રવર્તે છે, તેનું મૂલ અનીતિ છે. રાજાઓને મારી નાંખવા, અન્યનું રાજય પડાઈ લેવું, પ્રજાઓનો નાશ કરે, અન્ય રાજ્યોની પાયમાલી કરવી તેનું નામ નીતિ ગણાય નહીં. અન્ય પ્રજાઓને નાશ કરવો વા તેઓનું સર્વ ખાઈ જવું એવા પ્રકારની નીતિઓ બાંધવી, રાજદ્રોહ કર પ્રામાણ્ય દ્રોહ કરે, મનુષ્યનું સ્વાતંત્ર્ય લુંટી લેવું ઇત્યાદિને નીતિ કહી શકાય નહીં. નીતિના સદ્દગુણો વિના ગમે તે પ્રભુની યા ગુરૂની પાસે જાઓ પણ તેથી મુક્તિ થવાની નથી. રજોગુણી તમે ગુણ મનુષ્ય નીતિના ધર્મથી ભ્રષ્ટ થાય છે, અને અનીતિને સેવી દુર્ગતિમાં પ્રવેશ કરે છે. પ્રભુથી પ્રેમ કરનારાને જે પભુ અનીતિ છતાં ફકત પોતાના પ્રેમને લીધે તારે તો એવા પક્ષપાતીઈવરના જેવો અન્યાયી દુનિયામાં અન્ય કરે નહીં, ગુરૂ શ્રધ્ધા ધારણ કરીને તેમના ઉપદેશમાં પ્રભુત્વ અવલોકી પ્રથમ નીતિના માર્ગે વહેવું જોઈએ, નીતિના ગુણે નીચે પ્રમાણે છે. સત્ય બોલવું, દયા પાળવી, પિતાની સત્તાથી અન્ય મનુષ્યોનું રક્ષણ કરવું, કેઈને છેતરવાની પ્રવૃત્તિને ત્યાગ, પ્રતિજ્ઞા પ્રમાણે વર્તવું. કેઈને વિશ્વાસઘાત
For Private And Personal Use Only