________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩િ૧
ભક્ત વા શિષ્ય થવાથી કંઈ વળતું નથી. તે વિના સંસાર વ્યવહારમાં શુષ્ક જીવન ગણાય છે.
નીતિ. જે મનુષ્ય નીતિમાન છે તે ધમ બની શકે છે. નીતિના સૂત્રોનું અવલંબન કર્યા વિના યુરોપીરાની પેઠે પરસ્પર અધોગતિ થાય છે. ભજનકાવ્યસંગ્રહના આઠે ભાગમાં નીતિ પ્રામાણ્ય પ્રતિજ્ઞા પાલન આદિ સંબંધી ઘણું કહેવામાં આવ્યું છે. ગુરૂકુલવાસમાં રહીને પ્રથમ ગુરૂને પ્રાપ્ત કરીને પ્રમાણિક બનવું જોઈએ. જે મનુષ્ય પ્રમાણિક છે તે અવશ્ય મુકિતપદ પામે છે. ભકતોમાં શિષ્યમાં અસત્યવાદ,વિશ્વાસઘાત, પ્રપંચ, દગાબાજી, પ્રતિજ્ઞા ભ્રષ્ટતા વિગેરે દુર્ગુણો રહ્યા હોય છે, તે તેથી તેઓ ગુરૂના આત્માની નજીક ગમન કરી શકતા નથી. જેઓ ગુરૂની પાસે રહે છે, ગુરૂ ગુરૂ જગ્યા કરે છે. પરંતુ અસત્ય બોલે છે, પ્રતિજ્ઞા પાળી શકતા નથી, નીતિ પ્રમાણે વર્તી શકતા નથી તે હજી સદગુરૂને ઓળખવા માટે શકિતમાન થયા નથી. સદ્દગુરૂને પ્રાપ્ત કરનાર તેજ ગણાય છે કે જે નીતિને પિતાના પ્રાણ સમાન અવબોધીને તે પ્રમાણે પ્રવર્તે છે, જે શ્રી સદ્દગુરૂના ઉપદેશને સાંભળે છે, પરંતુ તે પ્રમાણે વર્તતો નથી તે ગુરૂની તથા ધર્મની શોભામાં વૃદ્ધિ કરવા શકિતમાન થતું નથી. નીતિની પ્રાપ્તિ કર્યા વિના પરમાત્મા ખાસ ધારે તો પણ મૈલ થઈ શકતો નથી. સત્ય પ્રમાણિકતા વિગેરે નીતિના ગુણેની અત્યંત જરૂર છે. જૈન શાસ્ત્રો જેનાગણે નીતિના ગુણો ઉપર અત્યંત ભાર મૂકે છે. જેનોનું એક વખત હિંદુસ્થાનમાં સર્વત્ર સામ્રાજ્ય સ્થપાયેલું હતું, જેનોની ચાલીશ કરોડ મનુષ્યોની સંખ્યા થઈ હતી તે પણ અન્ય ધર્મીઓ પર જેનોએ તરવાડ વડે જુલમ ગુજાર્યો નહોતો, તેમંકાઈને ભિન્ન ધર્મ પાળવામાં અટકાવ કર્યો નહોતો પરંતુ શંકરાચાર્યદિવિજયમાં હિમાલયથી તે ઠેઠ કન્યાકુમારી સુધી
ની કતલ કરી એમ વેદ ધર્મીઓએ લખ્યું છે. મુસનમાનેએ અને પ્રિસ્તીઓએ તરવાર વડે ધર્મ વૃદ્ધિ કરવા મહાયુધ્ધ પ્રારંભ્યાં હતાં પણ તેવી નીતિને જેનેએ અખત્યાર કરી નહોતી. જેનોમાં અહંનીતિ વગેરે ગ્રન્થ છે, તેમાં અન્ય ધર્મીઓના પર ધર્મના નામે જોર જુલ્મ કરવાને માટે બિલકુલ નિષેધ કર્યો છે. શ્રી કુમારપાળ રાજા જેન ધમી હોવા છતાં અન્ય ધર્મિઓ પર સમાન દ્રષ્ટિ ધારણ કરતા હતા. ખંભાતના ઉદયન મંત્રીએ ખંભાતમાં વસવાટ કરવા આવનાર મુસલમાનેને નીતિપર્વક સંતોષ્યા હતા, અને તેથી તેને ઘણે આનંદ થયો હતો. શ્રી મહાવીર પ્રભુ કહે છે કે તરવારની ધારથી કેાઈ ધર્મ
For Private And Personal Use Only