________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૩૮૯
મનોવૃત્તિને. - રહે કેમ નિશદિન ભમતી, હઠીલી રહે કેમ નિશદિન ભમતી; સમજાવ્યુ ન સમજતી,-હઠીલી મેહ પ્રેરણાથી પ્રેરાઈ, છાનીમાની છટકતી, વાર્યું ન માને સ્વચ્છન્દિની, ભૂતની પેઠે ભટકતી. હઠીલી. ૧ વેદ ભણાવ્યા કુરાન ભણાવ્યું, આગમ વાતને ભણતી; તેપણું વ્હાલ કરે વિષયમાં, ઉપનિષદ્ ગણગણતી. હઠીલી. ૨ ધ્યાન ધારણામાંહિ રમાડી, તેપણ બાહિરૂ રમતી; કર્યા કર્મ પ્રારબ્ધ પ્રાગે, ઓર વસ્તુ કંઈ ગમતી. હઠીલી. ૩ કરતી ના કંઈ એક ઠેકાણે, જ્યાં ત્યાં એઠું જમતી; મેટાઓનાં મહેણું ટૂણાં, ગડદાપાટુ ખમતી. હઠીલી. ૪ વાત કરે ઈશ્વરના ઘરની, રહ્યું નહીં કંઇ કમતી; ભક્તાણી થઈ ભરમાવે બહુ, કેને ગ્રહી કેને વમતી. હઠીલી. ૫ ઉપશમાવી ક્ષણ ઉપશમતી, જબરા આગળ નમતી; કર્યું સહુ ધૂળમાં મેળવતી, છૂટી થઈને લજવતી. હઠીલી. ૬ શક્તિ મહામાયા મહાકાલી, દુનિયાને બહુ ધમતી, બુદ્ધિસાગર શુદ્ધ રમણતા, પ્રગટ થઈ સહુ રમતી. હઠીલી. ૭ સંવત ૧૯૭૦ ના આવાઢ વદિ ૫ રવિવાર.
અ9 મનોત્રમ. ( ક રસીલા ભ્રમરા કયાં તું ભટકે, બ્રાન્તિમાંહિ લટકે–રસીલા ઇન્દ્રિયેના વનવિષે રે, વિષય વલ્લિયે ઝાઝી વિષસમ તેની ગંધ ગણીને, તેમાં થા મા રાજી. રસીલા. ૧ ચંપા પાસે ના જતે રે, ચંપાઈશ મહાભારી, કમલ પાંખડીમાં વસેરે, ખાશે કરિકાલ મારી. રસીલા. ૨ રસવણ રસિયા ના રહે રે, પણ નીરસ નહીં.ચારી, નીરસમાં રમતાં થકાં રે, અન્ત થાય.ખુવારી. રસીલા. ૩,
For Private And Personal Use Only