________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮
ભજનપદ્ય સંગ્રહ,
૩
એવે સમે પરમાત્મરૂપે લીનતા વૃત્તિ તણું, આ અનુભવ મોક્ષને, ઝાંખી હદય પ્રગટી ઘણું, વિકલ્પ છે જે રાગના ને દ્વેષના તે તે ટળે, નિજ આત્મરૂપે સ્વૈર્ય તે મુક્તિ અહીં નિશ્ચય મળે. આત્માવિષે આત્મા રહે પરભાવ ચિત્તે ના લહે, એવી દશામાં જ્ઞાનીઓ મુક્તિ હૃદયમાંહી વહે; એવી દશામાં મુક્તતા આનન્દ ચિન્હ ઘટ લહી, સાક્ષી સ્વપરને થઈ કરી પરમાત્મતા ઘટમાં વહી. નિજ ધર્મની જે અંશથી ઉપયોગમાંહિ શુદ્ધતા, ભાસે અહે તે અંશથી જ્ઞાનેન છે મુક્તતા; એ મુક્તતા દર્શનનયે વસ્તુગતે વસ્તુગ્રહે, જાણું અનુભવ પામતાં વસ્તુ પ્રતીતિ થઈ રહે. એ જ્ઞાનનય દર્શન અને ચારિત્રનયથી મુક્તતા, તે તે સ્વભાવે તન્મયે અનુભવથકી છે વ્યક્તતા;
જુસૂત્રનયથી ઝાંખી એ ઉપયોગમાંહિ ભાસતી, અન્તર્ વિષે એ શબ્દનયથી મુક્તતા હી વાસતી. જેને થયે અહીં જીવતાં નિજ મુક્તિનો અનુભવ અહે, તે મુક્ત એવંભૂતથી થાશે અનુભવ એ લહે; લોકેષણાદિ વાસનાઓ મેહની સર્વે ટળે, આત્મપ્રદેશે મુક્તતા ક્ષાયિક ભાવે એ મળે. જાશે સહુ એ વાસનાઓ મેહની ધ્યાને ખરે, પ્રારંવ્યું તે કીધું અહે એ નયથકી નૈગમ વરે; આત્મપ્રદેશે ચિત્તનું જે ઐય તે મુક્તિ ભણું,
બુદ્ધચબ્ધિ સ્યાદ્વાદે સહજ આનન્દમાં મુક્તિ ગણું. સંવત્ ૧૯૭૦ ના આષાઢ વદિ ૪ શનિવાર
For Private And Personal Use Only