________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wimmin
ભાગ આઠમે.
૩૮૭ શક્તિ સરાવી મરેડીને રે, કર્મ પ્રબલ થઈ જાય; જીવને નાથે વૃષભ પરે રે, પૂલ નદીમાં તણાય. અહા. ૩ ઘાતિ અઘાતિ નિકાચીયાં રે, ઉત્કૃષ્ટ પરિણામ; અણધાર્યા પ્રગટે તદા રે, ટાળે પ્રતિષ્ઠા ઠામ. અ. ૪ જાણે અનિષ્ટ દુ:ખદાયી જે રે, તેથી રહે બહુ દૂર યુદ્ધ કરે સામું ઘણું રે, હારે તથાપિ શૂર. હા. ૫ નદી સામા પૂરમાં વહે રે, તારે મહા બળવાન;
નેપાયે કર્યા છતાં રે, બુડે તકતું જાણું. અહ. ૬. સાવધતા રાખ્યા છતાં રે, સર્પ સિંહ કરે ઘાત; ચાલે ઉપાય ન કેઈને રે, થાતા બળીયા મહાત, અહે. ૭ પુરૂષાર્થ જ પાછો પડે રે, પ્રેરણા બળ બહુ થાય; ચિત્ત ફરે બુદ્ધિ ફરે છે, દેહ ન તાબે રહાય. અહો. ૮ ચતુરાઈ ચૂલે પડે રે, ઉડી પ્રતિજ્ઞા જાય; વાયુથી અર્કતુલ જ સમું રે, જોયા જેવું જણાય. અહે. ૯ અણધાર્યું આવી ચડે રે, ધાર્યમાં પડે ધૂળ; શેર્સે કડા સળવળે રે, ભણ્યા ગણ્યામાં ભૂલ. અહે. ૧૦ ગર્વ ગંધાઈ જાય છે રે, રૂઠે નિકાચિત કર્મ, પડે ડહાપણમાં દેવતા રે, રાખે ન કોઈની શર્મ. અહે. ૧૧ પ્રારબ્ધ દેવું ચૂકવે રે, સમભાવે શાહુકાર;
બુદ્ધિસાગર ગુરૂગમે રે, આનન્દઘન અવતાર. અહે. ૧૨ સંવત્ ૧૯૭૦ના આષાઢ વદિ ૨ ગુરૂવાર
- કુતિનો અનુભવ. -D4 આષાઢ વદિ તૃતીયા દિને રાત્રી ઘણી વતી હતી, ઘન ગાજતે તે કાટકા થાતા હતા એવી સ્થિતિ, બહુ ચમકતીતી વિજળી પેસી જતીતી આંખમાં, ઘન વાયુના ઝંકાર વિદ્યુતને ગ્રહે નિજ પાંખમાં.
For Private And Personal Use Only