________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૪
ભજનપલ સંગ્રહ.
૩
૪
કવ્વાલિ. અમી ને આંખમાં આવી, ગઈ કાળાશ ના મનથી; સતાવે સર્વ જીવોને, કયું શું હું ભલું જગમાં. ટળી ના કાકની દૃષ્ટિ, જુવે છે દેષ અન્યના મુખે લવરી કરે ઝાઝી, કર્યું શું? હેં ભલું જગમાં. હણ્યાં મર્મો ઘણાંઓનાં, વદીને મર્મની વાણી, સ્વછન્દી થઈ ઘણું હાલ્ય, કર્યું શું ? હું ભલું જગમાં. ગરીબના ભલા માટે, હદયમાં કંપ ના પ્રગટ્યો મળ્યું તે મેજમાં ગાળ્યું, કર્યું શું? હું ભલું જગમાં. પ્રતિસ્પર્ધિ પ્રતિપક્ષી, મનુષ્યની કરી નિન્દા; બુરું બહુ ચિંતવ્યું મનમાં કર્યું શું? હે ભલું જગમાં. પ્રભુપર જે ખરી પ્રીતિ, અનીતિ ન રહે કિંચિત; અનીતિ તો હજી તાજી, કર્યું શું ? હે ભલું જગમાં. ખરે જે ધર્મ ભાસ્યો તે, નિવૃત્તિ પાપથી થાતી, હજુ પણ પાપની ચેષ્ટા, કર્યું શું? હે ભલું જગમાં. પ્રપંચની રમી બાજી, હરાવ્યા લેકને તે શું? બની કામી વિષય ભેગે, કર્યું શું? હું ભલું જગમાં. કરી કુક્તિ ઝાઝી, ઘણું જૂહું વો હે શું? મળ્યું તે ધૂળ સમ કીધું, કર્યું શું? હું ભલું જગમાં. હજારના ગ્રહયા શાપ. રહયો કોધે જ ધગધગતે; ધમાધમમાં રહ્યું રાજી, કર્યું શું? હું ભલું જગમાં. પ્રભુ સર્વજ્ઞની ભક્તિ, હૃદયમાં ધાર બહુ માને; બુદ્ધબ્ધિ ધર્મ કરવાથી, ભલું થાશે સ્વપરનું જગમાં. સંવત ૧૯૭૦ ના આષાઢ સુદિ ૮ બુધવાર.
૧૧
For Private And Personal Use Only