________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭ર,
ભજનપદ સંગ્રહ.
પ્રતિજ્ઞા ભંગ જે કરતા, ખરા તે ભંગીઓ જગમાં, પ્રતિજ્ઞા ત્યાગરૂપ વિષ્ટા, ગ્રહે જે મુખમાં પાછા. ક્ષણિક મનના થઈને જે, પ્રતિજ્ઞાઓ કરી લેપે; ફરે જેની પ્રતિજ્ઞાઓ, ફરે હેનું કર્યું માન્યું. અરે વિશ્વાસ તેને શે ? ફરે જે બેલ બોલીને, ખરી વખતે રહે અળગે, ગળું કાપે ફરી જઈને. વચન આપી ફરી જાવે, કરે બેસું અલ્યું જે; ઉતારી કૂપમાંહી તે, ઉપરથી દેરડું કાપે. કરે લાખે પ્રતિજ્ઞાઓ, જુવાને બાળને વૃધ્ધ પ્રતિજ્ઞા પાળતા વિરલા, હૃદયને વાણીની ટેકે. પ્રતિજ્ઞા પાળવામાંહિ, ખરી કિસ્મત માનવની; પ્રમાણિકની ખરી કુંચી, પ્રતિજ્ઞા ભ્રષ્ટ શુકર છે. પ્રતિજ્ઞા મુક્તિનિસરણી, પ્રતિજ્ઞા શક્તિમય દેવી, પ્રતિજ્ઞાથી પડે તેને, વિનિપાત જ તે શતધા. પ્રતિજ્ઞા જીવતી શક્તિ, કરીને પૂર્ણ પાન્યાથી; પ્રતિજ્ઞા ચૂકતાં ચૂક્ય, ખરેખર સ્વપ્રતિષ્ઠાને. પ્રતિષ્ઠાના ખરા પ્રાણે, પ્રતિજ્ઞા પાળવામાં છે; પ્રતિષ્ઠાની ખરી સ્થિરતા, પ્રતિજ્ઞા પાળવા પર છે. ગમે તેવી પ્રતિજ્ઞાને, કરીને હઠ નહીં પા છે; પ્રતિજ્ઞા પૂર્ણ પાળ્યાથી, મળે છે અને શક્તિ. પ્રતિજ્ઞાત વિચારેને, અમલ કરે ખરા ઘેયે ત્યજીને ભીતિ સઘળી, વિચરવું સ્વપ્રતિજ્ઞામાં. જીવે નિજને મર્યોમાની, પ્રતિજ્ઞા પાળ કીધેલી, અમર થાવું પ્રતિજ્ઞાથી, જીવંતાં દિવ્ય જીવનથી. પ્રતિજ્ઞા અને કીધી, ખરી રીતે કરી પાળી; પ્રતાપે સ્વપ્રતિજ્ઞાથી, દીપાવ્યું નામ પિતાનું. પ્રતિજ્ઞા મંત્રની કરણું, ચલાવે દેવતાઓને ચલાવે સર્વ કેને, ફળે છે સિદ્ધ લોકેને.
For Private And Personal Use Only