________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
આગમોના આધારે ગુરૂની પ્રાપ્તિ થવામાં અનેક વિધ જણાય છે. શ્રી આ નંદઘનજી કયે છે કે-“ગ્રામમામાની વર્તમાન સમાચારી-વર્તમાન પરંપરા, જ્ઞાન, ક્રિયા, ગુણ આદિ વિના એકલા આગમવાદથી ગુરૂની પ્રાપ્તિ આકાલના અનુસાર ન બની શકે એમ કોઈ દ્રષ્ટિએ કથી શકાય છે માટે આત્મજ્ઞાની, ગીતાર્થ ગુરૂ પર વિશ્વાસ, શ્રદ્ધા ક્ય વિનાનગુરા શિષ્ય વા ભકતોથી ધર્મ માર્ગમાં એક વાસેલવાસ પણ લઈ શકાય તેમ નથી, માટે અનેક પ્રકારના વિકલ્પ સંક૯પાનો ત્યાગ કરીને સર્વ નોની સાપેક્ષતાએ વર્તમાન વ્યવહારથી આત્મજ્ઞાની ગુરૂની શ્રદ્ધા ધારણ કરી આમેન્નતિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. જે શિષ્ય વા ભકતે ગુરૂને કંઇ પણ પુછતા નથી, ગુરૂની સંગતિ કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એવો ઉપદેશ શ્રવણ કરતા નથી, તેમજ ગુરૂનું વ્યા
ખ્યાન સાંભળતા નથી, ગુરૂની આજ્ઞા પ્રમાણે ધર્મના પુસ્તક વાંચતા નથી, ગુરૂના ઉપદેશ સંબંધી કાંઈ પણ અનુમ કરતા નથી તેઓ તે કસ્તુરીના ગુણને ધારણ કરનારા રાસભા સમાન છે. ગુરૂ કર્યા માત્રથી કંઈ મુકિત મળતી નથી પરંતુ ગુરૂની પાસે બેસીને આત્મજ્ઞાનનું શ્રવણ કરવાથી અને અનેક રીતે આત્મતત્ત્વ ની પ્રાપ્તિના ઉપાયો કરવાથી ગુરૂ ક્યની સફળતા થાય છે માટે ગુરૂની શ્રદ્ધાધારક ભકતોએ-શિષ્યોએ ગુરૂના આત્માના આશયો અવબોધવા જોઈએ. ગુરૂના આત્માનું જ્ઞાન જ્યારે શિષ્યના-ભક્તના હૃદયમાં તાદ્રપણે ઉતરે છે, ત્યારે તે ગુરૂના ભકતે વા શિષ્ય બની શકે છે. ગુરૂને વ્યવહારથી વંદનારા પૂજનારા કરતાં ગુરૂના હૃદયનું સંપૂર્ણ જ્ઞાન લેનારા અને તેમના હૃદયમાં રહેલા સર્વ આશયોને સમજનારા શિષ્યો વા ભકત અનંતગુણ ઉત્તમ છે એમ જ્યારે નિ. શ્રય થાય છે ત્યારે તે ભક્ત વા શિષ્ય સ્વાત્માની શુદ્ધતા કરી શકે છે. જ્યાં ગુરૂ અને બીજાના પર એક સરખી શ્રધ્ધા છે, ધોળું તેટલું દુધ ગણવાનું છે ત્યાં કદાપિ ગુરૂના આત્માનું સ્વરૂપ ઓળખાતું નથી. શ્રી સદ્દગુરૂની શ્રધ્ધા વિના આ
મા પર ગુરૂના સવિચારની અસર થતી નથી માટે ગુરૂની શ્રધ્ધાપૂર્વક ઉપાસના કરવાની જરૂર છે.અધ્યાત્મજ્ઞાની ગીતાર્થ વિના અન્ય ગુરૂ થવાને લાયક બની શકતું નથી.જેઓ આત્માનો અનુભવ કરવાને લાયક બન્યા નથી, હજી શિષ્યદશામાં છે, તેઓ મેહથી અન્યોના ગુરૂઓ બને છે તો તેઓ સ્વપરનું શ્રેયઃ કરવા શક્તિમાન થતા નથી. સર્વ દર્શનીયોના શાસ્ત્રોમાં ગુરૂની શ્રધ્ધા ભક્તિ સંબંધી પ્રથમ જ વિવેચન કરવામાં આવ્યું છે. ભારતવર્ષમાં કુગુરૂઓ ઘણા થવાથી અને તેઓ અજ્ઞાની હોવાથી તથા મહી હો સાથી સ્વકર્તવ્યોથી જર થયા છે અને તેથી ભારતીય લેકેની વ્યાવહારિક તથા ધાર્મિક પ્રગતિમાં ખામી આવી છે અને લોકોના શ્રદ્ધા
For Private And Personal Use Only