________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮
ભજનપદ સંગ્રહ.
નક ધાર્થ સિદ્ધ થાઓ. = થા ધાર્યું અમારૂં, ખરે એ થાયે ધાર્યું અમારું, વિચારીને વિચાર્યું. ખરે એ થાશે ધાર્યું અમારૂં નિરૂપાધિક વસતિ વિષે રે, જ્ઞાન જીવન વહે પ્યારું, સહજ સમાધિ સુખ ખરૂં રે, નિત્ય રહે જય કારૂં. અરે એ ૧ જ્ઞાન ધ્યાન સમતા સદા રે. નાસે મેહ અંધારૂં, બુદ્ધિસાગર શાન્તિમાં રે, આત્મજીવન વહે સારૂં. ખરે એ ૨ સં. ૧૯૭૭ વૈશાખ વદિ ૧૧ બુધવાર
- વાવી. દયાદેવી સહુપર કરૂણ લાવ, સહુને દયાળુ બનાવ... ... ... દયાદેવી. કરૂણારસ સહુમાં ભરી રે, અન્નદાન દેવરાવ, દુઃખનાં દુઃખ ટાળવા રે, સામર્થ્ય પ્રગટાવ. દયાદેવી. ૧ આર્યભૂમિ દયા ગંગમાં રે, સહુને સ્નાન કરાવ; આત્મસમા સૈ જીવની રે, રક્ષારીતિ ભણાવ. દયાદેવી. ૨ જીવોના દિલમાં વસી રે, કૂરતા દૂર હટાવ; મારામારી વૈરની રે, વૃત્તિને શમાવ. દયાદેવી. ૩ આત્મજ્ઞાન પ્રકાશનું રે, જગમાં દાન ફેલાવ, કરૂણ નદીના પૂરથી રે, દેશે સર્વ રેલાવ. દયાદેવી. ૪ આંખે દુઃખી ના કે પડે રે, કણે નહીં સંભળાવ એવું જગકર શક્તિથી રે, વિજ્ઞપ્તિ ઉર ઠાવ. દયાદેવી. ૫ દયામય મુનિવડે રે, સર્વ દેશો ઉભરાવ; દેખી સુણું અમે હષીએ રે, પાસે દિન એ લાવ. દયાદેવી, ૬
For Private And Personal Use Only