________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૪
ભજનપદ્ય સંગ્રહ.
ભાવાર્થ-જે મનુષ્ય કોઈ પણ બાબતને પરિપૂર્ણ હેય પાદેય બુદ્ધિથી અવબોધ્યા વિના હાજી હા કહે, હાજી હા કરે તે જગતમાં શું કરી શકે. અર્થાત કંઈ પણ કરી શકે નહિં. જેઓ ગરિક પ્રવાહે ચાલે છે તેઓ સ્વતંત્ર સહજ સુખ પ્રાપ્ત કરી શકતા નથી. મદનીયા ગધેડાની મહેકાણે ગયેલા રાજ, પ્રધાન, શેઠ વગેરે મનુષ્યની પેઠે જેઓ કંઈ કર્ણોપકર્ણ સાંભળીને કંઈક દેખીને હાજી હા કરે છે અને મદનીયાની મહેકાણુ જેવો આચાર પાળવા પ્રવૃત્તિ કરે છે તેનું ખરેખર હાસ્ય થાય છે. ગારના ખીલાની પેઠે જેઓ કોઈ પણ કાર્યમાં પ્રવૃત્તિ કરે છે વા કઈ પણ બાબત અંગીકાર કરે છે ત્યારે તેના પરિપૂર્ણ નૈયિકજ્ઞાનના અભાવે ગારના ખીલા સમ થઈને તેમાં ડગમગુ વૃત્તિવાળા બને છે, અને રૌઢિક પ્રવૃત્તિયંત્રમાં અક્ષર બિંબોમાં તાદગૂરૂપે છપાતા એવા તેઓ સ્વ અને પરનું હિત સાધવા સમર્થ થઈ શકતા નથી; તથા તેઓના જન્મની-વિચારા
ચાર કાર્યની જગમાં કંઈપણ સ્મરણીય કિસ્મત થઈ શકતી નથી. જેઓ પિતાના સત્ય વિચારેને દબાવીને અન્યના અસત્ય મતની ધુંસરી નીચે બળદ જેવા બનીને ચાલે છે અને ઘાંચીની ઘાણીના ગાળાના બળદ જેવા બનીને જેઓ દેખતી આંખે પાટા બાંધીને પરનું દેખ્યું તે સત્ય માની લેવામાં અને પિતાના સત્ય વિચારોને વેચી નાખીને પ્રવર્તે છે; તેઓની પ્રવૃત્તિ-પ્રગતિ ખરેખર ઘાંચીની ઘાણના બળદ સમાન અવબોધવી.
તેવા જનો પરતંત્ર વિચારો અને આચારોના ઉપાસક બનીને દીનવત જગતમાં પરિભ્રમે છે. જેઓ સત્યને સમજે છે, પણ ધૈર્યને હારીને ભયથી પરના એસત્ય વિચારેને અવલંબે છે તેઓ વ્યોિ સ્વાતં ચ હારીને જગતમાં મૂંગા મેંઢા સમ અને મૃત્યુ પામે છે. જેઓ સત્યને અવબોધી સત્ય વર્તનને ધારે છે અને સમજ્યા વિનાની હાજીહાની ટેવને વારે છે તેઓ શિવસુખસંપદાને પિતાના આત્મઘરમાં પામી શકે છે એમ બુદ્ધિસાગર કથે છે.
૩ૐ શાન્તિઃ રૂ.
For Private And Personal Use Only