________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૨
ભજનપદ્ય સંગ્રહ,
અને સદા સર્વથા શુદ્ધ પ્રેમે આનન્દય અનુભવું એજ મારું વાસ્તવિક કર્તવ્ય જ્યાં સુધી આવી સ્થિતિ છે ત્યાં સુધી આદેય છે એમ સ્વાધિકારે અન્તદષ્ટિએ માનું છું. હે વિશ્વવતિ છે તમો જાણો યા ન જાણો તે પણ વિશુદ્ધ પ્રેમે તમારી સર્વની સાથે મૈત્રીભાવના હું ધારણ કરું છું. દેશકાળાદિની ઉપાધિથી અનવચ્છિન્ન એવી સર્વત્ર વિશ્વવ્યાપક વિશુદ્ધ પ્રીતિના ઉભરાવડે સર્વ માં પ્રેમની વ્યાપકતા પ્રસરે છે અને તેથી આન્ત દૃષ્ટિએ સ્વાત્માની પેઠે સર્વ જીવોમાં ધ્યેયાકાર પરમાત્મવવૃત્તિના દઢ સંસ્કારે જામે છે. પશ્ચાત્ પરિણામ અને તે એ આવે છે કે સ્વાભાસંખ્યપ્રદેશોમાં રહેલું પરમાતમત્વ વાસ્તવિક અનન્ત ગુણ અને અનન્ત પર્યાયના આવિર્ભાવથી વ્યક્તિ તરીકે પ્રકાશે છે. દેશકાલાદિતઃ અનાવચ્છિન્ન આનન્દરમણતાના ઉભરાથી આત્મા અજર અમર અવિનાશી બને છે. અતએ પ્રાથમિક પ્રેમલક્ષણાભક્તિરૂપ સાધનાવસ્થામાં સર્વ પર પ્રભુત્વબુદ્ધિ પ્રગટે છે અને સર્વ જીવો સાથે મૈત્રીભાવ જાગ્રત થવાથી “ સામમિ સવ્વ નીવે, સર્વે નવા મંતુ , મિત્તા સ% મૂUપુ, રે મકસંન એવી ક્ષમાપના થઈ શકે છે. વિશદ્ધ પ્રેમભક્તિ દ્વારા દઢ પરિપકવ જ્ઞાનસંસ્કાર યોગે અગોચર અનુભવજ્ઞાન લીલામાં અવતરી શકે છે એવી જ્ઞાનલીલાને વેત્તા અને સાક્ષીભૂત સ્વાત્મા વિના અન્ય નથી.
આવી વિશુદ્ધ પ્રેમલક્ષણાભક્તિના દઢ પરિપકવ સંસ્કારથી વિશુદ્ધજ્ઞાન લીલાના યોગે સર્વત્ર સર્વથા સર્વદા સર્વ જીવોમાં પરમાત્મા પ્રભુની ઝાંખી જણાય છે અને તે ઇન્દ્રિયાતીત આન્તરદષ્ટિએ અનુભવાય છે. સર્વ જીવોમાં જ્ઞાનસાગરરૂપ પરમબ્રહ્મ શિવસુખ રહ્યું છે, એવું અનુભવમાં આવે છે અને તે ખરૂં છે. તિરોભાવે સર્વ જીવોમાં પરમબ્રહ્મ શિવસુખ રહ્યું હોય છે તેને આવિર્ભાવ પરમબ્રહ્મતત્ત્વ જેને થયું હોય છે તે અવધે છે એમ જ્ઞાન સાગરરૂપ આત્માને અનુભવ કરીને બુદ્ધિસાગર કથે છે.
ૐ શાંતિઃ |
For Private And Personal Use Only