________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૩૫૧
બ્રહ્મત્વ-જ્ઞાનત્વ વિલસી રહ્યું છે અએવ સર્વ જીવો ! તમારી સાથે મૈત્રીભાવ ધારું છું, અને તમારા સર્વેમાં સત્તાગત પરમાત્મ ભાવીને અલૌકિક આનંદમય ઐક્ય અનુભવું છું. અનન્તકાલથી સંસ્કારે આવતા એવા વૈરના પડદા ચીરીને તમારી સાથે આત્મવિશુદ્ધિ પ્રેમ ધારું છું અને જરામાત્ર આત્મસ્વરૂપે આતરિક ભેદ ધારણ કરતા નથી. અમારું અને તમારું આત્મસત્તાએ જ્ઞાનત્વરૂપ જે ઐક્ય છે તેવું સમત્વ નિશ્ચય જ્ઞાનભૂત અવધીને વિશ્વ ! હું તમારી સાથે આતરિક સમાનત્વ કરીને સમત્વ શ્રેણિએ શિવપ્રાસાદ પર આરેહવા પ્રયત્ન કરું છું.
હે છે! આત્માઓ! મેં તમારી સાથે જે ઐક્ય કર્યું છે અને મારા આત્મ સમાન તમારા આત્માઓને જાણવાથી તમારા આત્માઓમાં જે પરમાભત્વ છે તેને દેખું છું તેવી દષ્ટિએ છે કે તમે કર્મના યોગે મહને ન દેખી શકવાથી મારાપર ક્રોધાદિકથી જે કંઈ હીણું અર્થાત ખરાબ લાવતા હોવ તો તેમાં તમારે દેષ છે તેથી કંઇ મેં જે આત્મદષ્ટિએ તમને દેખવાનું અને ભાવવાનું ધાર્યું છે તેથી પાછા હઠનાર નથી. હે જી ! તમે મહારા પર જે કંઈ હીણું લાવતા હોય તેમાં તમને લાગેલાં એવાં કર્મને દેષ છે. એ કંઈ તમારી જ્ઞાનદષ્ટિને દેષ નથી. એમ જાણીને હું તમારી સાથે સત્તાદૃષ્ટિએ વિશુદ્ધ પ્રેમ ધારીને તમારામાં વ્યાપી રહેલું પ્રભુપણું ધ્યાવું છું અને સ્મરું છું.
હે આત્માઓ! અમારા સરખી તમારી દષ્ટિ ન થવાથી અને તમને તરતમને કર્મ રહમથી અમો તમારા પ્રતિ જે જે કથીએ છીએ. જે જે હિતભાવના તમારા પ્રતિ કરીએ છીએ તે તમે ન જાણી શકે, અમારા હૃદયની તથા પ્રકારના જ્ઞાન વિના તમે કિમ્મત ન કરી શકે, એ બનવા યોગ્ય છે. તેથી મહારે મારી ફરજથી દૂર થવાનું નથી, મારી આન્તરિક સૂક્ષ્મભાવના કોઈ વખત વિશ્વમાં સ્થવરૂપે આત્માની પરમાત્મવ્યક્તિએ દેખાવ આપીને બાહ્યથી તમારું સંપૂર્ણ હિત કરવા સમર્થ થાય એ બનવા યોગ્ય છે. હે સંસારી જીવો! વસ્તુતઃ જે કે તમે પરમાત્માઓ છે, તથાપિ કર્યાવરણતઃ તથાવિધ જ્ઞાનના અભાવે તમે હારું હૃદય ન અવધી શકે અને મારી સાથે મારા વિચારની પેઠે તમે ન વર્તી શકે તે બનવા ગ્ય છે, તે પણ મારી તમારા પ્રતિ જે ભાવના છે તે બાથથી તથા આન્તરથી સદા રહે એમ હું ઇચ્છું છું. અને મહારા આત્મામાં રહેલા પરમાત્મત્વ અને તમારામાં રહેલા પરમાત્મત્વને ધ્યાવું સ્મરું
For Private And Personal Use Only