SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫e ભજનપદ્ય સંગ્રહ. છે,એવું અનન્દષ્ટિથી અવલેકીને સર્વ જીવોને સમાન ગણી સર્વ છેમાં ઐકય અનુભવું છું. સત્તાએ સર્વ જીવોનું સિદ્ધત્વ સાદશ્ય અનુભવવાથી બાહ્યદૃષ્ટિથી થતા વિકારો સ્વયમેવ ટળે છે. સિદ્ધસમાન સર્વ જીવોની સત્તા અવબોધતાં અને તેઓની સાથે સ્વાત્મસમ ઐકય અનુભવતાં સર્વવિશ્વ સ્વકીય કુટુંબ સમાન અવભાસે છે અને તેથી સર્વજીની સાથે અહિંસક પરિણામથી વર્તી શકાય છે અને વ્યવહારમાં આચારાદિની શુદ્ધિ અંશે અંશે પ્રગટ થતી અનુભવાય છે. અતએવ સંગ્રહનય સત્તાએ અન્તર્દષ્ટિથી સર્વ જીવોની સિદ્ધ સરખી સમાન ભાવના ધ્યાવા યોગ્ય છે. બાહ્યથી જીવો ગમે તે દેશ, કુલ, ગતિ, સંપ્રદાય અને લિંગથી ભિન્ન હોય; તથાપિ સત્તાએ સર્વજીવ પરમાત્માઓ છે એમ અવબેઘવાથી સર્વ પિતાના સમાન લાગવાથી દેશાદિ ભેદભાવની દૃષ્ટિ ટળવાથી હૃદયની શુદ્ધિ થાય છે. તથા પિતાને આત્મા તેજ પરમાત્મા છે એવો અનુભવ આવે છે અને સર્વ જીવોની સાથે પરમાત્મવૃત્તિરૂપે સંબંધ થવાથી અનન્તકાલથી લાગેલા દેષાદિ ભેદભાવના સંસ્કાર વગેરેને નાશ થાય છે. તથા તેથી શુદ્ધ વ્યવહારની સ્વયમેવ પ્રાપ્તિ થાય છે. હે સંસારી છે! સંસારદશામાં અન્તરાત્મત્વમાં તમારું પ્રેમાનન્દ સ્વરૂપ છે અને અમારું પ્રેમાનંદ સ્વરૂપ છે. પ્રેમાનન્દ સ્વરૂપના તરતમ યોગે અસંખ્ય ભેદ પડે છે. સંસારીજીવોને પ્રેમ વિના રહી શકાતું નથી. પ્રેમ વિના સંસારીઓને આનન્દ ઉદ્દભવતો નથી. અતએવધર્મની દશાએ પ્રેમલક્ષણાભક્તિની અનેક પર્યાયે આવશ્યક્તા સ્વીકારવામાં આવે છે. પ્રેમની શુદ્ધિ જેમ જેમ આત્મજ્ઞાન વૃદ્ધિ પામે છે તેમ તેમ વૃદ્ધિ પામતી જાય છે. દેવ ગુરૂ અને ધર્મની આરાધના નિમિત્તે જે પ્રેમ ઉદ્દભવે છે તેને પ્રશસ્ય પ્રેમ કહે છે. સર્વ જીવો પર નિર્દોષ મૈત્રીભાવ અને વાસ્તવિક સિદ્ધત્વસત્તા સ્મરાવતે જે પ્રેમ છે તેથી વસ્તુતઃ સ્વકીય આત્માની શુદ્ધિ પ્રગટે છે. આવી નિરવચ્છિન્ન સાર્વજનિક શુદ્ધ પ્રીતિથી સર્વજીના બ્રહ્મસ્વરૂપ સાગરમાં પિતાનું ચિત્ત ભેળવતાં અને તન્મયરૂપ થઇ જતાં વ્યવહાર નયની અપેક્ષાએ શિવતા પ્રાપ્ત કરે એજ પ્રખર સાધને પગદષ્ટિ હૃદયમાં ઉલસી રહી છે. ચતુર્દશ રાજમાં ન્યૂનાધિક ચૈતન્યના તરતમ વેગે સર્વ જી વિલસી રહ્યા છે. ત્રણ ભુવનમાં ન્યૂનાધિક ચૈતન્યભાવે વિલસતા હે સર્વ જીવ ! હું તમારી સાથે મૈત્રીભાવને ધારણ કરું છું. તમારામાં અને મારામાં એક સરખું For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy