________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪
ભજનપદ્ સંગ્રહ.
છે કે હું સુમતે ! મ્હને અનુભવ બાલુડા અહુ વ્હાલા લાગે છે. આત્મતત્ત્વને વિચારતાં અને બ્યાવતાં જ્યારે મન વિશ્રામ પામે છે અને નિર્વિકલ્પ સુખ જેનાથી ઉત્પન્ન થાય છે, એવું જે જ્ઞાન તેને અનુભવજ્ઞાન કહે છે. આત્મા પોતાના અનુભવજ્ઞાન બાલુડાપર દુનિયાની સર્વ વસ્તુઓ વારી નાખે છે. પોતાના આત્મા કહે છે કે હું સુમતે ! મારા પ્રાણને આધાર અનુભવ બાલુડા છે તે પોતે આનન્દરૂપ ભાવ પ્રાણથી જીવે છે અને મુજને જીવાડે છે, મ્હારા અનુભવ ખાલુડા ખરેખર આનન્દરૂપાકાર છે, તેનું સુખ સ્વરૂપ છે, મ્હારા પ્રિય અનુભવ બાલુડા રૂપારૂપી સાપેક્ષપણે છે. મ્હારા પ્રેમનો સાક્ષાત્ અવતાર પ્રગટ્યો છે. મ્હારા અનુભવખાલુડા પોતાની ઝળહળ ઝગમગ જ્યોતિ જગમાં ઝળકાવી રહ્યો છે. આનન્દના અપાર ખેલાને ખેલે છે. હું એકીટસે (એકીનજરે) તેનુ અર્થાત્ અનુભવ બાલુડાનું નૂર દેખી રહ્યો છું. મારા પ્રાણપ્રિયાધાર બાલુડાને દેખતાં દિલમાં સત્ય પ્રકાશના ઉદય થાય છે. મ્હારા અનુભવ બાલુડાના અ ંગે ભય વા દ્વેષનું ચિન્હ જણાતું નથી. મ્હારા અનુભવ બાલુડાને જરામાત્ર પણ ખેદ વા શાકંદ નથી. મ્હારા અનુભવ બાલુડાના મૌનમાં દુનિયાના સુખથી અલૌકિક એવુ ન્યારૂ અર્થાત્ અકૃત્રિમ સુખ ભાસે છે. મારા અનુભવ ખાલુડા ખરેખર નક્કી પોતાના સહજ રૂપે રહે છે. મ્હારા અનુભવ બાલુડા મહામંગલકારી અને અન્તર્ અસંખ્ય પ્રદેશમાં દિવ્ય અવતારી પ્રગટ્યો છે. મ્હારા બાલુડા મ્હારાથી એકાકાર છે. ટ્ઠારામાં તે છે તેનાથી હું ત્યારેા નથી અને મ્હારાથી તે ન્યારે નથી. જ્યાં હું તુની સ્ફુરણા ઉઠતી નથી એવા ઐકયભાવે બન્નેનું એક ચિદ્ધનાનન્દ રૂપે અસ્તિત્વ છે. બુદ્ધિના સાગર એવા આત્મા પોતાનામાં પ્રગટેલા અનુભવ બાલુડાને દેખી આનન્દમય બનીને વિશ્વ મધ્યે શોભે છે, એમ બુદ્ધિસાગર કહે છે. અધ્યાત્મજ્ઞાનને અન્તમાં પરિણમાવતાં અને સુમતિની સંગે રમતા અનુભવજ્ઞાન રૂપ બાલુડા પ્રગટે છે. તે તેવી દશા પ્રાપ્ત થતાં અવમેધાય છે.
વૈશાખ સુદિ ૪ બુધવાર.
For Private And Personal Use Only