________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨
ભજનપદ્ય સંગ્રહ,
-
જ
સાધુ 4. $
આશાવરી. સાધુ ત્યારે તુંહિ કહાવે, સમતા ઘટમાં આવે. સાધુ. રાગ દોષ વિકલ્પ ન પ્રગટે, દ્વેષ ન મનમાં થાવે; સમભાવે દુનિયાને દેખે, મનમાં વૈર ન લાવે. સાધુ. ૧ નિન્દા વિકથા ત્યાગી નેમ, પરમ પ્રભુને ધ્યાવે, ઉદયાગત કર્મોને વેદે, પડતો નહીં પરભાવે. - સાધુ, ૨ વિરાગે મન ક્ષણ ક્ષણ વાળે, આત્મરમણતા મ્હાવે; આત્મ પ્રભુની અલખ મેઝનાં, સંકુરણે ગાણું ગાવે. સાધુ. ૩ દેખે ચાલે ખાવે પીવે, નિજને ન્યારે ભાવે; અન્તરૂમાં પરમાતમ પેખે, ઉપગે તે ધ્યાવે. સાધુ. ૪ દર્શન જ્ઞાન ચરણને સાધે, પરમાનન્દ જમાવે,
બુદ્ધિસાગર સાધુ સાચો, દશવિધ ધર્મ સુહાવે. સાધુ. ૫ વૈશાખ સુદિ ૩ મંગળવાર.
ભાવાર્થ-હે આત્મન ! જયારે હારામાં સમતા આવે ત્યારે તું સાધુ થઈ શકે. વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, સિદ્ધાન્તાદિ શાસ્ત્રોને અભ્યાસ કરે અને પંડિતાદિ અનેક ઉપાધિ ધારણ કરે પણ તેથી સમતા આવ્યા વિના આત્મનતિ થાય નહિ અને વાસ્તવિક સાધુપણું પ્રગટે નહિ. અનેક ભાષાના વ્યાકરણ અને ન્યાયશાસ્ત્રોને અભ્યાસ કરીને પણ જ્યારે સમતાને તું પ્રાપ્ત કરીશ, ત્યારે સાધુ બનીશ. જ્યારે મનમાં રાગદ્વેષને વિકપ નહિ પ્રગટે, મનમાં કોઈપણ ઉપર ઠેષ થશે નહિ, સમભાવે દુનિયાને દેખીશ અને કેઈના પર વૈરનાં કારણે છતે પણ વૈર ન કરીશ ત્યારે તું સાધુ ગણાઇશ. કચ્યું છે કે તમારામે સુદુ, વાવતે મરો તથા સ્તુતિનિન્દ્રાવિધાને ૨, સાધવઃ સમત: છે જ્યારે ચેતન પરજીવોની નિન્દા-વિકથાને ત્યાગ કરીને પરમાત્માને હૃદયમાં ધ્યાવે અને ઉદયાગત શુભાશુભ કર્મોને સમભાવે વેદે તથા પરભાવમાં પડે નહિ ત્યારે તારે આત્મા સાધુ થાય અને એવી દશા પ્રગટે ત્યારે તું સાધુ કથી શકાય. બાકી વેષ અને આચારમાં અહંવૃત્તિ ધરીને ફૂલીને કાળકે થવાથી કાંઈ વળે તેમ નથી, જ્યારે આત્મા સાધુત્વભાવમાં રમણ કરતા
For Private And Personal Use Only