________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગળ ગુરૂઓના દેષ કાત્યા કરે છે અને પતિ તે નિર્દોષ સાજન હોવાને ડાળ ધારણ કરે છે. કેટલાક ભકત શિષ્ય હરાયા ઢેરની પેઠે જયાં ત્યાં ભટકયા કરે છે અને ગુરૂની આજ્ઞા પ્રમાણે આત્માનીત કરવા પ્રયત્ન કરી શકતા નથી. કેટલાક ભકત શિષ્યો પણ ધૂર્તોના ભરમાવ્યાથી સ્વગુરૂ પર વહેમાઇને દુર્જનોની જાળમાં સપડાઈને ગુરૂથી ભ્રષ્ટ થાય છે. કેટલાક તે ગુરૂઓને અને સાધુઓને ભિન્ન ભિન્ન નહિ જાણીને સર્વત્ર એક સરખી ભાવના રાખવા જતાં પ્રેમ અને શ્રધ્ધાથી ઉલટા સર્વથી ભ્રષ્ટ થાય છે અને પશ્ચાત સાધુ વર્ગના પ્રતિપક્ષી નિન્દક બને છે. કેટલાક પિતાની અલ્પ પ્રમાણે નથી ચાલતા અને ગુરૂના બધા પ્રમાણે પણ નથી ચાલતા પરંતુ જ્યાં જાય છે ત્યાં તેવા બની જાય છે, અને તેથી શ્રદ્ધા પ્રેમને ખીલવ્યા વિના સ્વાધિકાર કવ્ય કર્મોથી પણ ભ્રષ્ટ થાય છે. વેશ્યાના ખાટની પેઠે વારંવાર સમજ્યા વિના સ્વાર્થ દ્રષ્ટિએ ગુરૂઓને બદલનારાઓ વસ્તુતઃ ગુરૂશ્રધ્ધાથી અને ગુરૂપ્રેમથી ભ્રષ્ટ હોય છે. તેઓ દેવ ગુરૂ ધર્મની ભકિત વિના અનેક ગુણોની પ્રાપ્તિથી ભ્રષ્ટ થાય છે.
ગુરૂઓના પર આત્મભાવથી શુદ્ધ પ્રેમ ધારણ કરવાથી શિષ્યો વા ભકતો પરમાત્મ પદને પામે છે. બાહ્ય પદાર્થો, શરીર પ્રાણ કરતાં પણ જ્યારે શ્રી સદ્દગુરૂ દેવ પર અનંત ગુણ પ્રેમ પ્રગટે છે અને તે એક સરખો રહે છે, ત્યારે શિષ્યના ભકતોના આત્માની શુદ્ધિ થાય છે. સ્વાર્થ શ્રધ્ધા, ઉપચાર શ્રધ્ધા, કુલ શ્રધ્ધા વગેરેનો ત્યાગ કરીને શુધ્ધાત્મ શ્રધ્ધાથી ગુરૂના પર પ્રેમ ધારણ કરવો જોઈએ. શરીર અને મનની શુભાશુભ ચેષ્ટાઓથી દૂર એવા ગુરૂના આત્માને નિશ્ચય કરીને ગુરૂશ્રધ્ધા ધારણ કરવી જોઈએ. મનની પ્રવૃત્તિથી ગુરૂશ્રધ્ધા ધારણ કરેલી સ્થિર રહેતી નથી. મનની ક્ષણિકતા છે તેવી મનથી શ્રધ્ધા ધારણું કરવા આવે અને ગુરૂનું મન દેખી શ્રધ્ધા ધારણ કરવામાં આવે તે પરસ્પર બંનેના મનની ચંચળતાથી શિષ્યને અને ગુરૂને પરસ્પરનો ચંચળ ક્ષણિક મેળ થઈ જાય. અએવ પરસ્પર બંનેમાં બ્રહ્મભાવે શ્રધ્ધા ધારણ કરીને મેળ કરવો જોઈએ. ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવામાં જે શિષ્ય અશ્રધ્ધ ળ છે તે ગુરૂને શિષ્ય રહી શકતો નથી. જેને ગુરૂના વચન પર વિશ્વાસ નથી તે ગુરૂનો શિષ્ય બની શકતો નથી. ગુરૂના સાકાર સ્વરૂપમાં અને નિરાકાર સ્વરૂપમાં જેને પૂર્ણ શ્રદ્ધા છે તે ગુરૂનો શિષ્ય બની શકે છે. બાહ્ય વિપરીત સંયોગ પામીને કેટલાકની શ્રધ્ધા ટળી જાય છે અને પુનઃ ગુરૂને સમાગમ થતાં શ્રધ્ધા તાજી થાય છે. પરંતુ એવી શ્રધ્ધા તે બાલબ્રહ્મા ગણાય છે. એવી શ્રદ્ધાથી શિષ્યનું વા ભકતનું કલ્યાણ થતું નથી અને ઉલટું બંનેના આત્માની હાનિ થાય છે. ધમે
For Private And Personal Use Only