________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂની શ્રદ્ધાવાળા હોય છે અને જેઓ વિશેષ જ્ઞાની હેય છે તેઓની દેવગુરૂ સંબંધી શ્રદ્ધા ઉત્તમ હોય છે. અનેક ઉપાયોએ પરીક્ષા કરીને ગુરૂનો નિશ્ચય કરવો. અને પશ્ચાત ગુરૂને શિર્ષપર ધારણ કરવા, પરંતુ ગુરૂ વિનાના અશ્રદ્ધાળુ નગુરા તો ન રહેવું જોઈએ. બાલ્યાવસ્થામાં જેઓ ગુરૂ કરે છે તે બાલ્યાવસ્થા સુધીના જાણવા, કારણ કે તે વખતે શ્રદ્ધા પ્રેમ વગેરે જે ત હોય છે તે પકવ જ્ઞાનના અભાવે યુવાવસ્થામાં તથા વૃદ્ધાવસ્થામાં અનેક પ્રતિકુલ સંગોમાં ટકતા નથી. ગુરૂની કરજો અને શિષ્યની ફરજો સમજ્યા વિના ગુરુ અને શિષ્યનો આમિક મેળ રહેતો નથી. જ્યાં પરસ્પર એક બીજાના વિચારોમાં અને આચારમાં શ્રદ્ધા હોતી નથી ત્યાં ગુરૂ શિષ્યને મેળ હોય છે તો પણ ટળી જાય છે. કેટલાક ભક્તો વા શિષ્ય ફકત ગુરૂના શરીરને જ ગુરૂ માનનારા હોય છે, પરંતુ ગુરૂના મનને તથા ગુરૂના આત્માને ઓળખી શકતા નથી. કેટલાક શિષ્યો વા ભકતો, શ્રી ગુરૂના બાહ્યાચારને ફકત માનનારા હોય છે ગુરૂના બાહ્યાચારમાં ફેરફાર થતાં તેમની શ્રદ્ધામાં પણ ફેરફાર થાય છે. કેટલાક શિષ્ય-ભકતે સ્વાર્થ સરે ત્યાં સુધી ગુરૂને માને છે. કેટલાક ગુરૂઓ શિષ્ય હથી વા ભકત મેહથી શિષ્યોનું–ભક તોનું ટોળું વધારવા પ્રયત્ન કરે છે, પરંતુ તેઓ ગુરૂશ્રદ્ધા પ્રેમભકિતમાં તથા અન્ય ગુણવડે લાયક બન્યા છે કે કેમ? તેનો બિલકુલ વિચાર કરતા નથી. તેથી અંતે પરસ્પર ખરાબ પરિણામ આવે છે. શ્રદ્ધા વિના ગુરૂને સંબંધ તુર્ત ટળી જાય છે. ચલ મજીઠના રંગ જેવી શ્રધા થયા વિના કદાપિ કાળે ગુરૂને અને શિષ્ય ભકતને મેળ ટકતા નથી. ગુરૂની શ્રદ્ધા ટળવાની સાથે શિષ્ય સ્વધર્મથી
ભ્રષ્ટ થાય છે અને તેથી તે અલકેશ્વાનવત્ જ્યાં ત્યાં હડધૂત થાય છે અને સદ્દગુણોથી વંચિત રહે છે. શ્રધ્ધા--આકોને વિના મા એક ઠેકાણે કરીને સ્થિર થતું નથી અને તે હસ્તિકર્ણવત્ ચંચલ થઈ પરિભ્રમ્યા કરે છે. પ્રમાદી ચંચલ મનને વશ કરવા સારૂ અને આત્મજ્ઞાન ગ્રહવા સારૂ ગુરૂ કરવાની જરૂર પડે છે. પરંતુ વાટે ઘાટે હાલતાં ચાલતાં અને કોઈના ભરમાવ્યાથી શંકાઈને ભમી જાતાં ગુરૂઓને વારંવાર બદલવાથી અને પૂર્વે કરેલા ગુરૂઓના પ્રતિપક્ષી નિન્દક બનવાથીઆત્મકલ્યાણ થઈ શકતું નથી. ગુરૂની એક સરખી શ્રધ્ધા રહેવી તે આ કવિકાલમાં દુર્લભ છે. ગુરૂ કહેવું સહેલું છે, પણ ગુરૂની શ્રધ્ધા ભકિત ધારણ કરીને ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવું મુશ્કેલ છે. ઉપરથી ગુરૂના હાલના જાણે કટકા થઈ જતા હોય એવા શિષ્ય-ભકતો અન્યત્ર ગુરૂની નિન્દા-હેલના બદબોઈ કરવામાં બાકી રાખતા નથી. તેથી ગુરૂ શિષ્યના એવા મેળને મેળ પણ કહી શકાય નહીં, ગુરૂની આજ્ઞા પ્રમાણે નહીં વર્તનારા એવા કેટલાક ભકત શિષ્યો અન્યની આ
For Private And Personal Use Only