________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
સર્વ ગુણની પ્રાપ્તિનું કારણ શ્રદ્ધા છે, જેનામાં શ્રદ્ધા નથી તેનામાં અનેક ગુણે પ્રગટતા નથી.
શ્રદ્ધા વિનાનું જીવન શન્ય છે. પરમાત્મા વીતરાગ દેવની શ્રદ્ધા અને ગુરૂની શ્રદ્ધા તથા અનેક પ્રકારના શુભ સત્ય ધર્મની શ્રદ્ધા વિના મનોવૃત્તિની સ્થિરતા થતી નથી. અમારા સમાગમમાં અનેક મનુષ્યો આવ્યાં છે તેઓની દેવ ગુરૂની શ્રદ્ધાની પરીક્ષા કરવાને ઘણીવાર પ્રસંગ પ્રાપ્ત થયેલ છે. કેટલાક મનુખે તે બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ થાય એ હેતુથી દેવ ગુરૂની શ્રદ્ધા ધારણ કરનારા દેખાયા હતા, પશ્ચાત્ તેઓને ઇષ્ટ લાભની પ્રાપ્તિ ન થતાં દેવ ગુરૂને હંબક કહેનારા જણાયા હતા. કેટલાક તો ઓધે દેવગુરૂની શ્રદ્ધાને ધારે છે, પરંતુ પ્રસંગ પડે દેવગુરૂથી અળગા થાય છે. કેટલાક બહુલ મનુષ્યોની દેખાદેખીએ અને તેને એની પ્રવૃત્તિ પ્રમાણે દેવગુરૂની શ્રદ્ધા ધારણ કરે છે અને પશ્ચાત ફરી જાય છે. પિતાની મનોવૃત્તિની સ્વછંદતાએ ગુરૂને માનનારા અને પશ્ચાત મનોવૃત્તિ ફરતાં ગુરૂની નિદા કરીને મૂળમાંથી ઉખેડી નાખનારા અને પચ્ચીશ પચ્ચાસ સ્થાને શ્રદ્ધાને બેસાડીને પુનઃ ઉઠાડનારા અપ્રમાણિક અનેક મનુષ્ય દેખવામાં આવ્યા છે. પિતાની ઈચ્છા પ્રમાણે ગુરૂ ન ચાલે તો તુર્ત ગુરૂપરથી શ્રદ્ધા પ્રેમ ઉઠાડીને વારંવાર જ્યાં ત્યાં બદલનારા અને ગુરૂનો તથા સાધુનો તફાવત નહિ સમજનારા અનેક મનુષ્ય દેખવામાં આવ્યા છે. ગુરૂની શ્રદ્ધા ધારણ કરીને ગુરૂના માટે શીર્ષ આપવાનું કહેનારા એવા પશ્ચાત ગુરૂ શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ ગુરૂનું શીર્ષ લેવાની પ્રવૃત્તિ કરનારાઓ પણ અનેક મનુષ્ય હોય છે. મને વૃત્તિ જેની વારંવાર ફરે છે અને તેથી જેની ગુરૂશ્રદ્ધા પણ વારંવાર ફરે છે અને તેથી જે બહુરૂપી જેવો પાઠ ભજવે છે એવા અનેક મનુષ્યોને અનુભવ થયો છે, તેથી પોતાના સંબંધમાં આવનાર અનેક શ્રાવકને ઉદેશીને શિષ્યોને ઉદ્દેશી–સાધુ શિને ઉદ્દેશી-ભક્તોને ઉદેશી તથા આધ્યાત્મિક દ્રષ્ટિએ આત્માગુરૂએ મનરૂપ શિષ્યને ઉદેવી અનેક કવ્વાલિયો, ભજને, પદ, બનાવવામાં આવ્યાં છે. ગુરૂપર શિષ્યને કે પ્રેમ હોવો જોઈએ તેનું અનેક કવ્વાલિમાં વર્ણન કરવામાં આવ્યું છે. ગુરૂ શિષ્યને સંબંધ કેવા પ્રકારને હોવો જોઈએ ? ગુરૂ અને શ્રાવક ભક્તને સંબંધ કેવા પ્રકારનો હોવે જોઈએ તેનો અમારો સંબંધમાં આવેલાઓના અનુભવબળે હદગારથી કેટલીક કવ્વાલિયો રચાઇ છે તેમાંથી વાચકજનો સવળ દૃષ્ટિથી સાર ગ્રહણ કરશે. બિલકુલ જેઓ નિરક્ષર હોય તેવા મનુષ્યો દેવશુ
For Private And Personal Use Only