________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
ભજનપદ્ય સંગ્રહ.
હર્ષ શોક કરતે નહીં જ્ઞાની, વસ્તુ સ્વભાવે વસ્તુ જાણું, જ્ઞાને બુદ્ધિસાગર રમણ કરે અનુભવ ધરે છે. જ્યાં ત્યાં. ૯ ફાગણ વદિ ૯ શુક્રવાર
* ચિત્તસ્ત્રાન. જી. લાગ્યું અમારૂં ચિત્ત ત્યાં, રંગાઈયા પ્રેમે અમે; એ પ્રેમ વચ્ચે આવનારું, વિશ્વમાંહી કોણ છે? આનન્દ અપરંપાર જેમાં, પ્રગટતે તેમાં વસું; એ વાસમાંહી આવીને, હે કાઢનારું કોણ છે? ૧ લાગી લગનવા મસ્તીની પ્રભુ, પ્રેમ માલા પીવતાં એ પ્રેમ પ્યાલા ઢેળનારું, વિશ્વમાંહી કેણ છે? સામા પડે પ્રતિપક્ષીઓ, બકવા કરી નિન્દા કરે; યત્ન કરે લાખો ભલે પણ, મુંઝનારું કેણ છે? - ૨ લલચાવવા લાખ ઘણી, ધમકાવવા કેટી ગણું, પ્રવૃત્તિઓ જે જે કરે, ત્યાં ડોલનારું કેણ છે? ધિક્કાર વા સત્કારની, વાતેવિશે નહિ ચિત્ત જ્યાં;
ત્યાં કલ્પના કેટી કરે પણ, સાર ગ્રાહક કેણ છે? ૩ નિજ માન્યતામાં સર્વ છે, મમ્મુલ જ્યાં ત્યાં જાણવું પણ મસ્ત જ્ઞાની ચિત્તમાંહી, પેસનારૂં કોણ છે? પરવા રહી ત્યાં સહુ ઘટે, પરવા નહીં ત્યાં કંઈ નહીં, અવધૂત જનની પાસમાંહી, બેસનારૂં કેણ છે? ૪ જે જે કથે પહોંચે નહીં, આશા નથી પરવા નથી, મેં મેં કરી થાકી જશે, પાછળ પછીથી કોણ છે? આલમ બધી અન્તર્ રહી, આ દશ્ય વિવે લક્ષ્ય ના;
બુદ્ધચબ્ધિસદ્દગુરૂ પથમાં, સાથી બને એ કોણ છે? ૫ ફાગણ વદિ ૧૦ શનિવાર
For Private And Personal Use Only