________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદાસી બની ભ્રષ્ટ થવું એ ખરા વૈરાગ્યની પરિણતિ નથી. ફાંસીના લાકડા પર ચઢતાં છતાં પણ મુખ પર ઉદાસીનતા ન રહે અને મુખપર આત્માનંદનું તેજ જણાય તેજ વૈરાગ્યનું લક્ષણ છે. ચારિત્રની પ્રવૃત્તિમાં ખરો વૈરાગ્ય રહેલ છે. જે મનુષ્યો ચારિત્રથી ભ્રષ્ટ થાય છે તે ખરા વૈરાગ્યને પામ્યા નથી. સત્ય વૈરાગ્યથી સત્ય ચારિત્રની પ્રાપ્તિ થાય છે. મમતા,મેહ, અહંતા, કામ, ધ, લોભ, માન, માયા, ઇષ, હિંસા, અસત્ય વગેરેનો નાશ કરવાથી આત્મામાં રમણતા રૂપ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ચારિત્ર પાળીને જેઓ શાંત બન્યા છે, તેઓના સુખની આગળ ચક્રવર્તિનું અને ઇન્દ્રોનું સુખ એક બિંદુ સમાન છે. ગુરૂના વૈરાગ્યમય ઉપદેશથી ચારિત્રની દીક્ષા અંગીકાર કરી શકાય છે. સમ્યગદર્શન અને સભ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તો પણ ચારિત્રની પ્રાપ્તિ વિના કેવલ જ્ઞાનની પ્રાપ્તિ તથા મોક્ષની પ્રાપ્તિ થતી નથી. માટે મનુષ્યોએ દેશ વિરતિ ચારિત્ર અને સર્વ વિરતિ ચારિત્રની પ્રાપ્તિ કરવી જોઈએ. સર્વ પાપકર્મોથી નિવૃત્ત થવું તે ચારિત્ર છે. આઠ કર્મના સમૂહને જેનાથી નાશ થાય છે તેને ચારિત્ર કહે છે. ચારિત્રધારક મહાત્માઓના ઉપદેશની જેટલી અસર થાય છે તેટલી ગ્રહસ્થોના ઉપદેશની અસર થતી નથી. બંધાયેલો મનુષ્ય બંધાયેલા મનુષ્યને છોડી શકતો નથી. ચારિત્રધારક મહાત્માઓ સંસારનાં બંધનોથી ગૃહસ્થોને મુક્ત કરી શકે છે. ધર્મને ઉદ્ધાર કરવાને ચારિત્રધારક ત્યાગીઓ સમર્થ બને છે. ચારિત્રધારક મહાત્માઓ ચારિત્ર પાળીને મોક્ષ સુખ પ્રાપ્ત કરી શકે છે. ચારિત્રધારક મુનિવરે યમનિયમ, સંયમ, તપ, જપ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિની પ્રાપ્તિ કરી શકે છે. પિસ્તાલીશ આગ પૂર્વાચાર્ય રચિત અનેક ધર્મરાજે વગેરેનું વાચન શ્રવણ મનન કરીને ત્યાગી મુનિવરે શ્રતધર્મ તથા ચારિત્રધર્મને આરાધી શકે છે. રાજાએ, બાદશાહે અને શહેનશાહે પણ ચારિત્રધારક મુનિવરોના પગે પડે છે, માટે ચારિત્રનો અપૂર્વ મહિમા છે. આ વિવમાં ચારિત્ર ગુણની તોલે કોઈ ગુણ આવી શકતો નથી. જેણે કંચન કામિનીને ત્યાગ કર્યો છે, એવા મુનિવરોના સમાન કે નિઃસ્પૃહ હેતું નથી. નિસ્પૃહ ત્યાગી મુનિવરો રજોગુણ અને તમે ગુણને નાશ કરી શકે છે, અને સત્વગુણ આહારવિહાર પૂર્વક સમ્યગદર્શન ચારિત્રની આરાધના કરી શકે છે. ચારિત્રધારકો અનેક પ્રકારનાં તપ કરે છે, અને તેથી દ્રચકર્મ તથા ભાવ કર્મને તપાવીને ખેરવી નાંખે છે. પંચમહાવ્રત્ત ધારણ કરનારા મુનિવરો યોગી સંસારિક સુખોનો ત્યાગ કરે છે. શાતા વેદનીય કે જેને વેદાન્તી આનન્દમય કષ કહે છે તેનો ત્યાગ કરે છે. તેમાં મુંઝાતા નથી તેમજ અશાતા વેદનિયથી
For Private And Personal Use Only