________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
ઓગણુશ ઓગણસાઠમાં રે, આગ્રહે સંઘના ભારી; ચોમાસું અહિંયાં કર્યું રે, સાલ ચેસઠ બીજીવારી. માણસા ૧૧ માસક૫ બહુ અહિં કર્યા રે, ધ્યાન સમાધિ મઝારી, મૃતધ્યાન વૃદ્ધિ કરી રે, આત્મરમણતા ધારી. માણસા ૧૨ ઠાકર તખ્રસિંહજી રે, રાગી સંગતિકારી; શ્રાવિકાઓ શ્રાવકે રે, ગુરૂભક્ત અવતારી. માણસા ૧૩ ધર્મગ્ય આ ક્ષેત્રની રે, શોભા અપરંપારી; બુદ્ધિસાગર સંસ્તવે રે, ધર્મ ક્ષેત્ર ઉપકારી. માગશર વદ ૦)) શનિવાર
માણસા ૧૪
જે સત્તા પૂરમું છું
આશાવરી પૂર્ણ પ્રભુજી હમારા સગુણી પૂર્ણ પ્રભુજી હમારા, દિલમાંહી રહેનારા
સગુણી ઉપમા ઘટે નહીં કેદની રે, જોતાં સહુ સંસારા; અસંખ્ય પ્રદેશી આતમા રે, સિદ્ધ બુદ્ધ અવતારા. સગુણી. ૧ ષષ્ણુણ હાનિ વૃદ્ધિનું રે, ચક સદા ધરનારા; અગુરુલઘુ પર્યાયથી રે, નવનવરૂપાલારા.
સગુણું. ૨ યજ્ઞાનવૃત્તિ તણે રે, રાસ સદા રમનારા; નવવન નિત્યે રહો રે, શર્મામૃત પીનારા. સગુણું. ૩ આવિર્ તિરભાવથી રે, પ્રકટાપ્રકટ થનારા; સામર્થ્ય સત્ ભાવથી રે, સમય સમય વર્તનારા. સગુણ.૪ કારણ કાર્યપણે સદા રે, નિજમાં નિજ રહેનારા; આપે આપજ ધ્યાવતા રે, સમય સમય ફરનારા. સગુણી. ૫ ધ્યેયસ્વરૂપે પરિણમી રે, ધ્યેયરૂપ થાનારા; યેયથી ભિન્નભિન્નતા રે, વ્યાપકતા વરનારા. સગુણ. ૬.
For Private And Personal Use Only