________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમે.
૨૬૩ નટનાગર લીલા કરી રે, ભમતે નાના વેષ નામ રૂપના મેહમાં રે, લાગી ધરતો કલેશ. અહ૦ ૫ વધુ સૃષ્ટિ સંતાઈને રે, કરતે નિજની શોધ; ભૂલી માયા ભૂલમાં રે, ચાલે લેવા બેધ.
અહે. ૬ દેહભાવ દિલમાં ધરી રે, દેખે નહિ નિજ રૂપ; કર્મસંતુ રચના કરી રે, વપુ સૃષ્ટિ ધરે ભૂપ.
અહો ૭ કાલ અનાદિથી ધરી રે, માયાલીલ અપાર; માયા સૃષ્ટિમાં રો રે, ઠર્યો નહિ ક્ષણવાર.
અહે ૮ પર પરિણામી ચેતના રે, માયાની કરનાર; પરભાવે જીવવીને રે, પરિણમતાં સંસાર.
અહે ૯ શુદ્ધ સૃષ્ટિ હારી ખરી રે, ન દે ઉપગ; નિજભાવે નિજ પરિણમે છે, તે નિજગુણ ભેગ. અહો ૧૦ આત્મ શુદ્ધ સૃષ્ટિતણે રે, તું પિતે કરનાર,
બુદ્ધિસાગર આત્મમાં રે, ક્ષાયિક સૃષ્ટિ થનાર. અહો ૧૧ સંવત્ ૧૯૭૦ ના કાર્તિક કૃષ્ણ ૭ ગુરૂવાર, કૃતજ્ઞાનાધિકારે વર્ણવ્યું છે, તત્ એક આત્મામાં લોકાલેકરૂપ સર્વ જગતને સમાવેશ થાય છે. આત્મામાં સર્વ દેવદેવીઓ અને અનન્ત બ્રહ્માંડનો સમાવેશ થાય છે. એક આત્મામાંથી અનન્ત ગુણપર્યાયને ઉત્પાદ થાય છે અને એક આત્મામાં સર્વ દ્રવ્યના અનન્ત ગુણપર્યાયોને પણ સમાવેશ થાય છે. મિથ્યાત્વદશામાં આત્મામાં આવિર્ભાવની અપેક્ષાએ નાનાદિ ગુણો હેતા નથી. તેથી તે કાલે આત્મા કથંચિત ગુણશન્ય કહેવાય છે; પશ્ચાત સરૂને સમાગમ થતાં તે આત્મામાં રહેલા તિભાવીય ગુણેને આવિર્ભાવ-પ્રકાશ થાય છે તે અપેક્ષાએ શુન્યમાંથી અનન્તજ્ઞાનાદિ ગુણસૃષ્ટિ પ્રકટી એમ કહેવાય છે. અથવા માતાના ઉદરમાં પૂર્વે જ ત્તિ વિના શુન્યતા હતી, પશ્ચાત તેમાં જીવની ઉત્પત્તિ થઈ તે અપેક્ષાએ શુન્યમાંથી આ આત્મસૃષ્ટિરૂપ જગત થયું એમ કહેવાય છે.
આત્મારૂપ પ્રભુના જે જે સેવકે છે તેને સેવકને પ્રભુ સેવક છે. આત્મારૂપ પ્રભુના જે જે સેવકે છે તેના પણ જે સેવકે છે તેનું ઈષ્ટ કરવામાં પ્રભુની સયગિક પ્રવૃત્તિ થવાથી દાસને દાસ પણ દાસ પ્રભુઆત્મા કથાય છે. ભકિતમાર્ગની મહત્તાદષ્ટિએ ઉપર્યુક્ત વાકયમહત્ત્વ અવધવું, ઈત્યાદિ ગુરૂગમપૂર્વક અવબોધવું.
For Private And Personal Use Only