________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો. દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિ થાતી, માયાને નહિ પાર, અપાર પાર સહુ પોતાનામાં, પિંડ પિંડ સંસાર; બુદ્ધિસાગર સમજે રે, શાન્ત મન ઝટ થાતું. સં. ૧૯૭૦ ના કાતિક સુદિ ૬ બુધવાર.
અચરિજ.૫
સબંધ આદિ અનેક સંબંધની અપેક્ષાએ પરસ્પર એક બીજાની ઉત્પત્તિ ઘટાવી શકે છે. ઈત્યાદિ ગીતાર્થ ગુરૂની પાસે રૂબરૂમાં ગુરૂગમ પૂર્વક સ્વરૂપ સમજવું.
gોજું વડું મ્. ઈત્યાદિ શ્રુતિને જેન સ્ટાદ્વાદશૈલીએ આત્મામાં અર્થ ઘટાવ. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ જે ગાય આત્મા એક છે અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ આત્મા અનેક છે. આત્મામાં અનંત પર્યા અને અનન્ત ગુણ રહેલા છે જ્યારે આત્મા સમ્યકત્વ પામે છે, ત્યારે તે વિચારે છે કે મારી આત્મારૂપ સૃષ્ટિમાં અનંતગુણો અનંત પર્યાયો રહેલા છે પણ તે પરભાવમાં પરિણમ્યા છે. શુદ્ધ જ્ઞાનાદિ અનંત ગુણે પ્રગટાવવા અને કર્મને દૂર કરવું એ મારો ધર્મ છે એમ સમજીને તે ઈચ્છે છે કે હું આત્મા, શુદ્ધ શાનાદિ અનેક ગુણની પ્રગટતાએ અનેકરૂપ થાઉં. ભગવતીસૂત્રમાં જ્ઞાનાત્મા દૃર્શનાત્મા વાત્મા ચરિત્રહ્મ આદિ અનેક આત્માઓ કચ્યા છે. એક આત્માને જ્ઞાનાદિ ગુણેને આત્માઓ કથી અનેકરૂપ કર્યો છે. આત્મા આ પ્રમાણે સમ્યકત્વ બળે વચમ્ અર્થાત અનેક બહુ ગુણરૂપે વ્યકત થાઉં આવી ઈચ્છા કરી આત્મરમણતા કરી આત્માની અનંત ગુણસૃષ્ટિને પ્રગટાવી સિદ્ધ બુદ્ધ પરમાત્મા બને છે. આત્મારૂપઈશ્વર એ પ્રમાણે સંકલ્પ કરીને ગુણસ્થાનકે ચઢીને અનેક ગુણો પ્રગટાવે છે તેને સહસ્ત્રબાહુ સહસ્ત્ર શીર્ષાદિક છે એવી શ્રુતિ પણ આધ્યાત્મિક દષ્ટિએ સમ્યફ ઘટી શકે છે. આમાની સહસ્ત્ર પ્રકારે પ્રવર્તતી જ્ઞાનશક્તિને હજારો શીર્ષરૂપ કથેલ છે. આત્માની ચારિત્રશક્તિને સહસ્ત્ર બાહુપાદરૂપે કથેલ છે. અનંત શક્તિધર આત્મારૂપ વિષ્ણુ આ સંસારમાં અવિદ્યા, અજ્ઞાન, મેહરૂપ સમુદ્રજલમાં શયન કરે છે. આત્મામાંથી રજોગુણ, તમે ગુણ અને સાત્વિકગુણ પ્રગટ થાય છે. આત્મા વસ્તુતઃ દ્રવરૂપે એક છે. પરભાવની ઈચ્છાએ તે પરભાવ કર્મ યોગે અનન્ત અવતારરૂપે બહુ અનેક બને છે. શુદ્ધાત્મગુણની ઈચ્છાબળે યુદ્ધ જ્ઞાનાદિની આવિર્ભાવતાએ અનેક રૂપે અર્થાત્ અનેક શુદ્ધપર્યાયરૂપ બને છે.
For Private And Personal Use Only