________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
પિતાને પિતે ના જાણે, શોધે આપે આપ, પિતાના ખંડન મંડનની, કરતો થાપ ઉથાપ;
અવતારે નાના ભાવે રે, પિતાને પોતે જગ ગાતું. અચરિજ. ૪ પ્રત્યેક જીવમાં વાસ્તવિક સ્થિતિથી દર્શન, જ્ઞાન ચારિત્રરૂપ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર તિભાવ અને આવિર્ભાવરૂપે રહેલા છે. જે આત્માઓએ જ્ઞાનાદિ ગુણે પ્રગટાવ્યા છે, તેમાં આવિર્ભાવરૂપે બ્રહ્માદિ દે છે અને જેઓ મિથ્યાત્વાદિ દેષોથી હજી જાગ્રત થયા નથી તેઓમાં તિભાવપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરાદિ દેવ છે. સર્વ વિશ્વમાં કાજળની કુંપલીની પેઠે ઠાંસીને ભરાયેલા અનન્ત જેમાં ચૈતન્યસત્તા વિઘણ રહેલી છે તેની અપેક્ષાએ ન વિષ્ણુ થસે विष्णुः, विष्णुः पर्वतमस्तके। आकाशमालिनीविष्णुस्तस्माद् विष्णुमयं जगत् ॥ ઇત્યાદિ આધ્યાત્મિક ચૈતન્યસત્તા વ્યાપક મહત્તાથી વર્ણન કરવામાં આવ્યું છે. મહાદેવ સ્તોત્રમાં શ્રી હેમચંદ્રાચાર્યો નીચે પ્રમાણે કહ્યું છે. મૂર્તિસ્ત્રયો મા, ब्रह्मविष्णुमहेश्वराः । तान्येव पुनरुक्तानि, ज्ञानचारित्रदर्शनात् ॥ १ ॥ ज्ञानं विष्णुः सदा प्रोक्तं, चारित्रं ब्रह्म उच्यते। सम्यक्त्वं तु शिवं प्रोक्तमहन्मूर्तिस्त्रयात्मिका ॥
અરિહંતદેવની એક મૂર્તિમાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણ ગુણો છે. તે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વરરૂપ છે. શુદ્ધાત્મારૂપ અરિહંતમાં જ્ઞાન છે તે વિષ્ણુ છે. ચારિત્રરૂપ બ્રહ્મા છે અને સમ્યગદર્શનરૂપ મહેશ્વર છે જ્ઞાન, દર્શન ચારિત્રને પરસ્પરને ભિન્ન ભિન્ન નની અપેક્ષાએ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ તરીકે કળી શકાય છે. જ્ઞાનાદિ એકેક ગુણને પણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર શક્તિરૂપે કથી શકાય છે. મિથ્યાત્વરૂપ ત્રિપુરારિને ક્ષય ખરેખર સમ્યગ્ગદર્શનથી થાય છે માટે તેને મહાદેવ કથવામાં આવે છે. ચારિત્રગુણથી સર્વ ગુણની ઉત્પત્તિ થાય છે માટે તે અપેક્ષાએ ચારિત્રને બ્રહ્મા કહેવામાં આવે છે. સમ્યગદર્શનરૂપ મહાદેવથી જ્ઞાન ચારિત્રાદિ વિષ્ણુ બ્રહ્માની આવિર્ભાવતા થાય છે માટે તે અપેક્ષાએ સમ્યગદર્શનરૂપ મહાદેવે આત્મગુણોની સૃષ્ટિ રચી એમ કહેવાય છે. આત્માના શુદ્ધ જ્ઞાનરૂપ વિષથી વાસ્તવિક ચારિત્ર બ્રહ્મા વગેરેની ઉત્પત્તિ થાય છે. જેને આધ્યાત્મિક શાની અનેક નયશૈલીથી પરસ્પર એક બીજાની ઉત્પત્તિ સંભવી શકે છે. એક આત્મામાં અને સકલ જીવોમાં આ પ્રમાણે સમજવું.
આત્માના જ્ઞાનાદિ ગુણોને ઉપશમ ક્ષયોપશમ અને ક્ષાવિકભાવે જે અનુભવે છે તે જ્ઞાન દર્શન ચારિત્રરૂપ વિષ્ણુ મહેશ્વર બ્રહ્મા જન્યજનકભાવ
For Private And Personal Use Only