________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૨૫.
ઉત્પત્તિ સ્થિતિ વ્યયન, કર્તા હર્તા આપે આપ, સર્વ દ્રવ્યમાં એવી સ્થિતિ, નિજ નિજ માબાપ; અંધારે અજવાળું રે, આપ આપ પ્રગટાતું. અચરિજ.૩
રહેલી હતી તેને આવિર્ભાવ કરે છે, પ્રગટ કરે છે. સમ્યકત્વરૂપ બ્રહ્માને આત્મગુણોની સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે તેનાથી સમતારૂપ સરસ્વતી પુત્રી પ્રગટે છે. તેને ભોગ તે પોતે કરે છે. કેવળજ્ઞાનરૂપ વિષ્ણુને આત્મગુણરૂપ સૃષ્ટિપાલન સ્વભાવ છે. કેવળજ્ઞાનરૂપ વિષ્ણુ પોતાના આત્માના અનન્ત ગુણનું સદા પાલન કરે છે. કેવલજ્ઞાનરૂપ વિખથી આત્મસૃષ્ટિમાં શાતિ પ્રવર્તે છે. જ્યારે આ મામાં કેવલજ્ઞાનરૂપ વિષ્ણુ પ્રગટે છે, ત્યારે આત્મા પોતે પરમાત્મા બને છે અને તે અનન્ત રત્નત્રયીરૂપ લક્ષ્મીને ભોગ કરે છે. આત્મા કેવળજ્ઞાનરૂપ વિષ્ણુ પ્રગટાવીને વ્યષ્ટિમાં અને પ્રાયઃ બાહ્યસૃષ્ટિમાં શાંતિ ફેલાવવા શકિતમાન થાય છે. આત્મામાં ચારિત્રરૂપ મહાદેવ પ્રગટે છે તે સર્વ કર્મ રૂપ સુષ્ટિને સંહાર કરે છે અને તે શૈલેશીકરણરૂપ હિમાલય પર્વતના સંબંધે ઉત્પન્ન થએલી અનન્ત સુખરૂપ પાર્વતીની સાથે સિદ્ધસ્થાનરૂપ કૈલાસમાં વિરાજે છે. તેમનું અનન્ત જ્ઞાનરૂપ લિંગ છે તેને પાર લાવવાને કોઈ શકિતમાન થતું નથી. અનન્ત સહજ સુખરૂપ પાર્વતીની આત્મગુણ સ્થિરતારૂપ યોનિ છે. તે મહાદેવનું અનઃ સુખરૂપ પાવતીની સ્થિરતારૂપ નિથી આત્મ શુદ્ધ જ્ઞાનાદિ અનંત ગુણની સૃષ્ટિ સદા પ્રવત્ય કરે છે. સમ્યગ્દર્શનની સ્થિતિ પ્રાપ્ત કરવામાં સમાં પસંદૃ ત માં વાસદ ૪ મો પસંદ સન્મત્ત વાત એ સૂત્રને અનુભવ વાસ્તવિક ઠરે છે. હઠયોગીઓ પૂરક પ્રાણાયામને બ્રહ્મા કહે છે. કુંભક પ્રાણાયામને વિષ્ણુ કથે છે. અને રેચક પ્રાણાયામને હર-મહાદેવ કહે છે.
પ્રકૃતિવાદીઓ રજોગુણને બ્રહ્મા કળે છે. તમોગુણને મહાદેવ કહે છે અને સત્ત્વગુણને વિષ્ણુ કહે છે. પ્રત્યેક જીવમાં અને સકલ વિશ્વરૂપ સમષ્ટિમાં સર્વ જીવોમાં રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણરૂપ બ્રહ્માઓ, મહાદેવ અને વિષ્ણુઓ અનંતા છે. ૩ અનન્ત જીવોની અપેક્ષાએ અને તેમાં રહેલા અનંત રજોગુણ, તમેગુણ અને સત્વગુણની અપેક્ષાએ અનન્ત બ્રહ્માદિ દેવો છે. રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણની પેલી પાર જનાર તીર્થકર વાસ્તવિક કેવલજ્ઞાનરૂપ વિષ્ણુતાએ યુક્ત થવાથી વિશ્વ અને ઉદ્ધાર કરી શકે છે. રજોગુણ, તમે ગુણ અને સત્વગણને પેલી પાર અનન્ત સુખ રહેલું છે તેવી દશાનું જેનશાસ્ત્ર વર્ણન કરે છે.
For Private And Personal Use Only