________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૨૯
ॐ दीवाली
દિવાળી અજવાળી રે–સમતા સંગે ગાળી રે-બ્રહ્મજ્ઞાને ભાળી રે, ઝળહળ જ્યોતિ ઝગમગે હો જી, કેવળ કુંભક પ્રાણાયામે, મનની સ્થિરતા લાય, અવઘટ ઘાટ ઓળંગી ગઢમાં, અનહદ નાદ સુણાય; વિવિધ વાજા વાગ્યાં રે, સારું ભાગ્ય જાગ્યાં રે, આનન્દ ઉદધિ પ્રગટી હે જી.
દીવાળી. ૧ અસંખ્યાત પ્રદેશી આતમા, નિરંજન દેખાય, અનુભવ તે જોતાં ઝાંખી, પ્રગટપણે વર્તાય; ભેદ ભાવ ભાગ્યે રે, એકયભાવ જાગે રે, પરમ બ્રહ્મ વીરમાં હે જી.
દીવાળી. ૨. સ્થિર દૃષ્ટિ લાગી રહી, વર્ચો જય જયકાર, મંગલ પ્રગટયાં નવ નવાં, ભાવ દીવાળી મઝાર; બુદ્ધિસાગર ધ્યાવે છે, અનુભવે ગાવે રે, દીવાળી એ સન્તનીજી હો જી.
દીવાળી. ૩ સં. ૧૯૬૯ આધિન વદિ ))
રાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
For Private And Personal Use Only