________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
ભજનપદ્ય સંગ્રહ.
બીકણ મનના બાપડા રે, મૂડીવાળી પાછા ધાય. સાથીઓ. ૨ કૈક સાથીઓ લોભથી રે, બાહાવિષે મુંઝાય; દુ:ખ પડે ડરકુ બની રે, પગે લાગીને પાછા જાય. સાથીઓ. ૩
સ્થૂલ બુદ્ધિના સાથીઓ રે, લેક પ્રવાહે તણાય; શત્રુઓની ફૂટથી રે, કુટીને કુટ સમ થાય. સાથીઓ. ૪ કૃત્રિમ કીર્તિ લાલચુ રે, ઘાલગુસણીયા થાય; ગળીના ચવડા સમા રે, ક્ષણિક ચિત્ત નહીં ઠામ, સાથીઓ. ૫ તાપ સમાધિ સંકટે રે, સહે ન મૂઢ ગમાર; અવિશ્વાસી હેમિયા રે, છુટા પડી અટવાય. સાથીઓ. ૬ સાથી થઈ પાછા પડી રે, પાછા સાથી બની જાય; આપ સ્વાથિયા જીવડા રે, શત્રુબની દુ:ખ થાય. સાથીઓ. ૭ સ્વામિની આજ્ઞા વિના રે, કેઈક ખત્તા ખાય; પ્રપંચીઓની ઝાળમાં રે, પડીને દુઃખડાં પાય. સાથીઓ. ૮ દઢ નિયમ ધીરવીર જે રે, શાન્ત દાન્ત જયકાર; સાથે રહી ચાલે સદા રે, કેથી નહીં ડરનાર. સાથીઓ. ૯ પરિષહ સર્વે સહે રે, ચિત્તથી દૂર ના થાય; બુદ્ધિસાગર સાથીઓ રે, જ્ઞાની સાથે વહેસાણા. સાથીઓ. ૧૦ સં. ૧૯૬૯ આશ્વિન શુદિ ૧૩
- સાથે વાઢનાર. ના સાથે ચાલે તે સદાય, અમારી સાથે ચાલે તે સદાય; એકરૂપ થઈ જાય............... ........... અમારી. સાથે બાહ્યથકી વહે રે, દિલથી ભિન્ન જણાય; અન્તર્ મેળ મળ્યા વિના રે, સાથ કદી ન ગણાય. અમારી. ૧ મનથી મરીને જીવતે રે, નિર્ભયતા ચિત્ત લાય; સ્વાર્પણ કરી ત્યાગી બની રે, સાથે વહે ગિરાય. અમારી. ૨
For Private And Personal Use Only