________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
ભજનપદ્ય સંગ્રહ.
કણે ધર્મનો સ્ત્રાવો થવો. વધશે તે ધર્મ જગમાં રે, જાણે મન નરનારી, સાચી શ્રદ્ધા ભક્તિ રે, થશે સહુ ઉપકારી. વધશે. ધર્મગુરૂઓ સહુ સંપીલા, સમજે સમય સુજાણ, આચારે પરવડતા કહેતા, ખંતીલા ગુણ ગાન; સમયને માન આપી રે, ઘટતી કરે ફેરફારી. વધશે. ૧ સર્વ દેશમાં સર્વ જાતમાં, યથાશક્તિ અનુસાર, ધર્મ કર્મમાં જનને પ્રેરે, સર્વ વાતે હોંશિયાર, ધર્મને ફેલાવા રે, કરે જનાઓ સારી. વધશે. ૨ કળા બાજને ગંભીરમનના, જ્ઞાની ગુરૂઓ હોય; વક્તા ત્યાગી ને વૈરાગી, ધર્મ વધે તે જોય; પ્રભુ પેઠે જ્યાં ભક્તિ રે, ધમીઓની થતી ભારી. વધશે. ૩ સ્વધર્મીને સાહાટ્ય મળે ને, સ્વધમી બહુમાન, સાનુકૂળ સહુ ધર્મ કાયદા, જગઉપકારી જ્ઞાન; ત તે જેમાં એવાં રે, સરખા સહ સંસારી. વધશે. ૪ પ્રાણ સમર્પણ ધમી” માટે, આજીવિકા સાહા, સગવડતા વ્યવહારિક સર્વે, સુખ માટે કરાવાય; વૃદ્ધિના ઉપાયે રે, તેની નિત્ય તૈયારી.
વધશે. ૫ અનેક ભાષામાં ગ્રન્થના, થશે ઉતારા બેશ, વક્તાઓ બહુ ધૂન મચવશે, ઉપદેશ દેઈ હમેશ; જગવૃત્તિ ખેંચાશે રે, સદાચાર થકી ભારી. વધશે. ૬ ભો કરશે ભક્તિ હૃદયથી, દયા દાન નહીં પાર, વિશાલ દૃષ્ટિ ઉદાર દીલ જયાં, ધર્મ ફેલાશે તે વાર;
બુદ્ધિસાગર થાશે રે, સામાજીક બળધારી. સં. ૧૯૬૯ આધિન શુદિ ૧૧.
વધશે. ૭
For Private And Personal Use Only