________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
આપે છે, તેના બદલામાં કંઇ લક્ષ્મી વગેરે તે ગ્રહણ કરતા નથી તેથી ખરી રીતે દેખીએ તે દેશભકતો વિશ્વભકતોનાં નામ ધરાવનારાઓ કરતાં સાધુઓ અને સાધ્વીઓ વિશેષ સત્યસેવા કરી શકે છે. સાધુઓ અને સાધ્વીઓ કેઇની પાસેથી પગાર લેતાં નથી. પૈસે માગતાં નથી, દેશદેશ વિહાર કરે છે. લાખે કરડે વર્ષ પૂર્વથી તેઓની પરંપરા આ પ્રમાણે શુભ શુદ્ધ સેવાનાં કાર્યો કરવા માટે વવા કરે છે, માટે તેઓજ વિશ્વસેવા, દેશસેવા, સમાજસેવા વગેરે સર્વ શુભ સેવામાં આત્મભોગ આપનાર છે. કેટલાક કૃત્રિમસેવા કરનારાઓ છે તેઓ સાધુઓનું અને સાધ્વીઓનું ખંડન કરીને પગાર પૈસા લેઈ સ્વાર્થ સાધી પરમાર્થના ખાં બનવા પ્રયત્ન કરે છે પણ દેખતી દુનિયા અને તેના કરતાં સાધુઓની અને ત્યાગી પંચમહાવ્રતધારક સાધ્વીઓની અનંતગુણી કિંમત આંકે છે. અનેક પ્રકારના સ્વાર્થોને ત્યાગ કરીને ત્યાગી બન્યા વિના સર્વ પ્રકારની શુભસેવામાં આત્મપ્રવૃત્તિ કરી શકાતી નથી. જેઓ ખરેખરા ત્યાગીઓ છે, તેઓની બરાબર ઘરબારીઓ સેવામાં તત્પર થઈ શકતા નથી.
આર્યાવર્તમાં ત્યાગીઓએ જેટલી શુભ સેવા કરી છે, તેટલી અન્ય ગૃહસ્થાએ કરી નથી. ત્યાગી જીવન ખરેખર અનેક જીવોના કલ્યાણાર્થે પ્રવૃત્તિમય બને છે. કંચનકામિનીને જે ત્યાગ કરીને ધમસેવા કરે છે, તે હજારે લાખો મનુષ્યોનાં જીવન સુધારે છે. વિષયવાસનાઓને ત્યાગ કરીને જે ત્યાગી બની લાખો કરે મનુષ્યને આત્મજ્ઞાન અને ચારિત્ર સમર્પે છે, તે આ વિશ્વમાં સર્વ દેશના મનુષ્યોવડે પૂજાય છે. અને તે દુનિયાને સ્વર્ગમય કરવા શકિતમાન થાય છે. તેવા મનુષ્ય ઈશ્વરાવતાર તરીકે વિશ્વમાં પૂજાય છે. સેવાધર્મમાં પ્રવૃત્ત થનારાઓને પિતાની લક્ષ્મીનો ત્યાગ કરે પડે છે. વિવોનાં સુખાથે અનેક સુખકારક ભેગોની ઈચ્છાઓને અને તેના સાધનો ત્યાગ કરવો પડે છે. ચોવીશ તીર્થકરોએ જીવોનાં દુઃખો નાશ કરવા માટે શુભેપદેશ દીધા છે. શ્રી હેમચંદ્રાચાર્યો જીવોનાં દુઃખને નાશ કરવા માટે અને મનુષ્યમાં શાંતિસુખ પ્રચાર કરવા માટે ગુજરાતના રાજા કુમારપાલને પ્રતિબો અને કુમારપાલની સત્તાથી અઢાર દેશોમાંથી સાતવ્યસનોને હાંકી કઢાવ્યાં. કુમારપાલ રાજાના રાજયમાં અઢારદેશના મનુષ્યો દારૂ ન પીવે એવો બંદોબસ્ત કરાવ્યો. તથા કસાઈખાનાં બંધ કરાવ્યાં. ઠેકાણે ઠેકાણે ધર્મશાળાઓ, પાંજરાપોળો બંધાવાની પ્રવૃત્તિને ઉપદેશ દીધે, પ્રજાને સુખ થાય એવી રાજ્યનીતિ પ્રવર્તાવવાને ઉપદેશ દીધે. જેનાચાર્યો અશકરાજાને પણ તેવો ઉપદેશ આપી શુભ સેવાધર્મમાં અગ્રણી બન્યા. અશોકરાજાને પુત્ર કુણાલ હતો અને કુણાલને પુત્ર
For Private And Personal Use Only