________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
આર્યો સદા પ્રયત્ન કર્યા કરે છે. શ્રીતીર્થંકર પરમાત્માઓએ પંચેન્દ્રિય મનુષ્ય, પશુઓ, પંખીઓ, અને જલચરનું રક્ષણ કરવાનું શુભ પુણ્ય કર્મ દર્શાવ્યું છે. એકેન્દ્રિય જીવો, દ્વીનિયછો, ત્રીન્દ્રિયો અને ચતુરિન્દ્રિ જીવોની રક્ષા દયારૂપ સેવા બતાવીને તીર્થકરેએ વિશ્વસેવાને અપૂર્વે માર્ગ દર્શાવ્યા છે. આ ર્યોએ અંધા, લૂલા, બહેરા, બબડા મનુષ્યનું રક્ષણ કરવું. તેઓને સહાય આપવી. પશુઓની અને પંખીઓની રક્ષા કરવી, અશક્તો માટે પાંજરાપોળ કરાવવી, ગરીબો માટે ધર્મશાળાઓ બંધાવવી તથા દાનશાલાએ બંધાવવી, પિતાને ઘેર કેાઈ પણ ધર્મને મનુષ્ય આવે તે તેને આદરસત્કાર કરી ખાવા આપવું. રેગીઓના રેગ ટાળવા માટે ઔષધે કરવાં ઈત્યાદિ કાર્યો વડે આ શુભ સેવા કરી શકે છે એમ જૈનાચાર્યોએ અનેક ગ્રંથોમાં જણાવ્યું છે તેથી સુરો સમજી શકશે કે સેવાધર્મનાં જે ઉત્તમ રહસ્યો આર્યાવર્ત માં છે તેવાં અન્યત્ર નથી. આર્યોએ પશુઓની પંખીઓની અને છેવટે વનસ્પતિ જીવોની પણ દયા કરવા સુધી પ્રવૃત્તિ કરીને શુભ સેવાધર્મના ઉદાર રહસ્યને વિશ્વ આગળ ખડું કર્યું છે. શ્રી તીર્થકરે કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સર્વ જીવોની દ્રવ્યકૃપા અને ભાવદયા માટે સમવસરણમાં બેસીને ઉપદેશ આપે છે. યમનિયમ વગેરેને ઉપદેશ આપે છે, અજ્ઞાનરૂપ મિથ્યાત્વને નાશ કરવા માટે ઉપદેશ આપે છે. પાપકર્મોને પરિહાર કરવાનું જણાવે છે. જે જે કર્મો કરવાથી પુણ્ય ઉત્પન્ન થાય છે તે તે કર્મોને અને વિચારેને જણાવે છે. આસવનું અને સંવરનું સ્વરૂપ સમજાવે છે. નિર્જરા-બંધ અને મોક્ષતત્વનું સ્વરૂપ સમજાવે છે. આ પ્રમાણે અનાદિકાળથી તીર્થકરે. મુનિયો પ્રવૃત્તિ કરીને દુનિયાના જીવોને તારે છે માટે તે ધર્મોદ્ધારક, વિરોદ્ધારક ગણાય છે. વિશ્વજીપર તીર્થકરે જેટલો ઉપકાર કરે છે એટલે કાઈ કરી શકતું નથી. શ્રી તીર્થકરેએ ધર્મની સ્થાપના કરી છે, શ્રી તીર્થકરેએ વિશ્વજીવોની શુભ સેવા માટે પોતાની પાછળ પંચમહાવ્રતી આચાર્ય, ઉપાધ્યાય, સાધુઓ અને સાવીઓની વ્યવસ્થા સ્થાપી છે. સાધુઓ અને સાધ્વીઓ શુભ સેવા માટે અને આત્માના ગુણે પ્રકટ કરવા માટે અહિંસાત્રત પાળે છે. સત્યવ્રતને પાળે છે. અસ્તેયવ્રતને પાળે છે. બ્રહ્મચર્ય વ્રતને પાળે છે. સર્વ પ્રકારની લક્ષ્મીનો ત્યાગ કરે છે અને નિરવ આહારથી શરીરને પોષે છે. ગામેગામ, શહેરે શહેર, દેશદેશ વિચરીને ઉપસર્ગ તથા પરિષહેને સહીને સર્વ જીવોનું કલ્યાણ થાય તેવો ઉપદેશ આપે છે. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરમાર્થ, ત્યાગ, પ્રામાણ્ય, નીતિ, સદાચાર વગેરેને ઉપદેશ આપે છે, રાગદ્વેષ ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે, સર્વ જીની દયા કરવાને ઉપદેશ આપે છે, સાત વ્યસન ત્યાગ કરવાને ઉપદેશ
For Private And Personal Use Only