SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. واهد કાકા પ્રભુની એઘથી શ્રદ્ધા, મજા કંઈ અજ્ઞતામાંહી; મઝા તે પૂર્ણ જ્ઞાને છે, પ્રભુને પારખે દિલમાં. અહે એ બેની વચમાંની, અવસ્થામાં ઠરે ના કે બુદ્ધચબ્ધિ દેવની સેવા, ખુમારીમાં નથી બીજું. ૧૯૬૯ શ્રાવણ સુદ ૧૪. * તા. ૨ ઈચછા રોધે તપ છે સાચું, સમતા પરિણતિ થાવે; આત્મદ્રવ્ય તે તપ છે સાચું, શું હાય નામ ધરાવે રે. પ્રાણું તપ પદને આરાધે. તપનું અરણ કોધ કહ્યું છે, તેને જેહ શમાવે; ધર્મ ક્ષમા તપ ગુણ ધારી જે, વીર્ષોલ્લાસ દીપાવે રે. પ્રાણું. ૨ સાતન વળી ચાર નિક્ષેપ, તપનું રૂપ સમજીએ; અન્તરૂમાં તપગુણ ઉપગે, શબ્દનયે તપ ભજીએ રે. પ્રાણી. ૩ મમતા વૃત્તિનું બીજ જે બાળે, કર્મ કલંકને ટાળે; અન્તરમાં વાસનાઓ રહે નહિ, શુદ્ધ ધર્મ અજુવાળે રે. પ્રાણ૦ ૪ તદ્ભવ મુક્તિ જિનવર જાણે, તે પણ તપગુણ રસિયા, નય વ્યવહાર અને નિશ્ચયથી, તપ તપતાં ઉલ્લેસિયા રે. પ્રાણી ૫ અષ્ટસિદ્ધિ નવનિધિ પ્રગટે, અઠ્ઠાવીશ મહાલબ્ધિ શુદ્ધ બુદ્ધ નિજ વ્યક્તિ પ્રગટે, ક્ષાયિક નવ ગુણ અદ્ધિ રે. પ્રાણ- ૬ તપ તપતે મુનિ કર્મ ખપાવે, શ્રેણિ ચઢી શિવ જાવે; અન્તર્ મુહૂર્તમાં હિત સાધે, સાધ્ય લક્ષ શુભ ભાવે રે. પ્રાણ ૭ ષકારક શુદ્ધિ નિપજાવે, કેવલજ્ઞાની થાવે; પરમ સમાધિ આનન્દ પાવે, જન્મ જરા વિઘટાવે રે. પ્રાણ૮ નિશ્ચયથી અન્તરૂમાં તપગુણ, ઉપયોગે તે વરીએ, બુદ્ધિસાગર શિવસુખકારી, તપતીર્થજ દિલધરીએ રે. પ્રાણ. ૯ ૧૯૬૯ શ્રાવણ વદિ ૧. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy