________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
ભજનપદ્ય સંગ્રહ.
ખરૂં બતલાવ હૃદયમાંહી, સદાની પ્રાર્થના એ છે. ગમે તે ગણી ત્યારે, ઉગારે દુખથી તારે; બુદ્ધયબ્ધિ આશરે ત્યારે, પ્રત્યે તું પૂર્ણ છે પ્યારે. સં. ૧૯૬૯ શ્રાવણ શુદિ ૯
૭
2 आचार विचार भेदथी खेद न करवो.
કવ્વાલિ. જગતમાં ભિન્ન આચાર, વિચારે સર્વના જૂદા; થતી ના એકતા સૈની, ધરીને ખેદ શું કરશો. અહો જે ભિન્ન આચાર, વિચાર પણ અપેક્ષાએ વિચારી સાર લેવામાં, નથી ખેદજ તે મનમાં. રૂચિ છે સર્વની જુદી, પ્રવૃત્તિ સર્વની જૂદી, જગની ભિન્ન દષ્ટિથી, બન્યું બનશે સદા એવું. અહે એ ભેદ કુદ્રતુના, નથી એ આપણા તાબે, કરે ચિન્તા વળે ના કંઈ, જુઓ જે જે બને તે તે. વિચારે ચિત્તમાં તેથી, થતું કુત્ થકી જૂદું નથી કુદ્દતણી સત્તા, ખરેખર આપણા તાબે, વિચાર્યાથી દશા આવી, અનુભવમાં ખરી આવે; મટે ત્યારેજ ચંચલતા, અપેક્ષાએજ સમજાતું. નાની બહુ અપેક્ષાઓ, જગતમાં સર્વ સમજાતી; અપેક્ષાવાદ શાસનમાં, રહ્યા તે શાનતા પામ્યા. કદિ ના પાર ઝઘડાને, વિવાદને અરે આવે; કથંચિત્ સે અપેક્ષાથી, સમજતા તે સુખી થા. ધરી ઔદાર્ય મતભેદે, અપેક્ષાથી ક્ષમા ધારી; વિભિન્ન ધમી ઓ સાથે, સદા નિજ આત્મવત્ વર્તો. જગને શુદ્ધ પ્રીતિથી, હૃદયનું આપશે સારૂં; બુદ્ધચબ્ધિ આશયે સર્વે, સમજતા પૂર્ણ જ્ઞાનીઓ. સં. ૧૯૬૯ શ્રાવણ શુદિ ૧૦
For Private And Personal Use Only