________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૧૯૭
બજાવી ફર્જ પોતાની, ગયા પાછા નહીં આવે, જઈને સ્વર્ગમાં હેતે, કરૂણા શિષ્યપર લાવે. તમારી યાદ આવે છે, ખડી સામી થતી મૂર્તિ રહીને મન શિક્ષા, રમણુતામાં થતી સ્કૂતિ. તમારા નામના જાપ, જપું છું હું સદા પ્રેમે; સદા સાહાયી બની રહેશે, પ્રભુના પન્થમાં સેમે. સદા સંભારતા રહેશે, ગુરૂ મુજ જ્ઞાનના દરિયા; ગમે તે ગણી હારે, મને તારે દયા ભરિયા. સદાની શાન્તિ હો તમને, સદા એ ચાહે છે મારી, ગુરૂનો ભક્ત પ્રેમી તું, બલીહારી સદા હારી. અમારા જીવની સાથે, તમારું ધ્યાન યોજાયું; બુદ્ધચબ્ધિ સરૂ શરણું, સદા મુજ ચિત્ત સહાયું. સં. ૧૯૬૯ શ્રાવણ શુદિ ૨.
प्रभुने न्याय प्रार्थना.
કવ્વાલિ. અમારા ચિત્તનો સાક્ષી, અમારા કાર્યને સાક્ષી; નથી લ્હારા વિના બીજે, પ્રભે હું ન્યાય કયાં માગું. જગમાં ન્યાયના ધારા, નથી પૂરા અધુરા સ; અધૂરાનું અધુરૂં સૈ, જગતનો ન્યાય તુજ પાસે. વિનવવી દુનિયાને શી, રીઝવવી દુનિયાને શી? ભૂલે છે દુનિયા ડાહી, યથાવૃત્તિ તથા સમજે. પ્રભો !!! તુજને રીઝવવામાં, પ્રભે! તુજને વિનવવામાં, નથી મહેનત ઘણું પડતી, સમર્પણ સર્વનું કરતાં. અમારા દિલના જ્ઞાતા, અમારા દિલના દષ્ટા; ખરે તે ન્યાય આપીને, અમારી ઉન્નતિ કરતે. અમારા પૂર્ણ વિશ્વાસી, અમને દુઃખમાં બેલી,
For Private And Personal Use Only