________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
મસ્ત બની આનન્દમાં રે, સખ્યભાવે પેખ. ચેતનજી ૫ શુદ્ધ ધર્મ ઉપગમાં રે, આનન્દ અપરંપાર; રાગ દ્વેષ વિકલ્પથી રે, ન્યારો નિજ ગુણ ફાર. ચેતનજી ૬. રાગાદિક પરિણામથી રે, વિકલ્પની જંઝાળ; મનતરંગો એ સહુ રે, શુદ્ધોપગે ટાળ. ચેતનજી ૭ મન રમાવી આત્મમાં રે, થા આનન્દ ભરપૂર, બુદ્ધિસાગર ધર્મમાં રે, રમતા સખ્ત કે શૂર. ચેતનજી ૮ સંધત ૧૯૬૯ આષાઢ વદિ ૧
- ક યોગને આમન્ના. --- નિઃસંગતા બાલાવતી અન્તરૂતણ શુભ દેશમાં, શબ્દ સુણું તેના ભલા, પડશો નહીં હો કલેશમાં; સત્કાર કરવા ઈચ્છતી, દરિયા ગિરિની શોભતી, આસન્ન ભૂમિ રૂહથી, એ યોગીનું મન થોભતી. પણે હલાવી પ્રેમથી, વૃક્ષે નિમંત્રણ આપતાં, સ્થિરતા શિખામણ દઈને, એ મેગીને સમજાવતાં આવો અમારી પાસમાં, પર્વત કહે વાંકો વળી, ઉંચા અને કાંઠા બને, ગીજને સંગે ભલી. જંગલ જણાવે પ્રેમથી, આ અમારી પાસમાં, નિસ્ટંગતાના હેતુઓ, પામે ભલા આવાસમાં,
જ્યાં બાઢાથી શાન્તિ સ્થળે, ત્યાં શાન્તતા પ્રગટે ખરે, બુદ્ધયબ્ધિ આમત્રણ ભલું, આનન્દશાન્તિ પદ ધરે. ૩
મનુષ્યના આત્માને અતરમાં નિઃસંગતા બેલાવે છે. યોગી કથે છે કે હું તેના શબ્દો શ્રવણ કરું છું. નિઃસંગતા એમ કહે છે કે હે યોગીઓ તમે સંસારના કલેશમાં પડશે નહીં. નિઃસંગતા કથે છે હે યોગીઓ તમે જનસંસર્ગ ત્યાગીને ગુફાઓને આશ્રય કરે. યોગીઓનો સાકાર કરવા જાણે ગુફાઓ ઇચ્છા કરતી હોય એવી દેખાય છે. ગુફાઓ પોતાની પાસે ઉગેલાં વૃક્ષોથી -
For Private And Personal Use Only