________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
ભજન
સંગ્રહ.
» વવિનસ્તવન. » સંભવ જિનવર દેવ નિરંજન, નિશદિન તુઝ ગુણ ધ્યાન ધરૂરી; દુર્જન લોકે નિર્દો ભાંડે, તેથી મનમાંહી ન ડરૂરી. સંભવ૦ ૧ બુરી અફવા ખૂબ ઉડાડે, દુર્જન લોકો બૂમ કરીરી, હાથી પાછળ શ્વાન સંતાં, સૂરજ સામી ધૂળ ધરીરી. સંભવ૦ ૨ તુજ આણું મુજ શિર વહી છે, પાછે તેથી કદિ ન પડુંરી, પાખંડી પાડે ભલે પેકે, સત્ય ધર્મના હેત લડુરી. સંભવ. ૩ જિનઆણથી સાચું કહેવું, શિર જતાં સાચું ન ત્યજુરી; અનેકાન્તનય સાપેક્ષાથી, જેનાગમને નિત્ય ભજુરી. સંભવ ૪ દુર્જન દાવાનલમાં પાણી, સાચું તારૂં શરણ કર્યુંરી; બુદ્ધિસાગર સત્ય દિવાકર, કિરણે તેમનું જોર હરી. સંભવ. ૫ સં. ૧૯૬૯ ૪ વદિ ૧૦.
સ માવના. * આનન્દ છે આનન્દ છે આનન્દ છે આનન્દ છે; ખાતા પીતાને ઉઠતાં, આનન્દ પરમાનન્દ છે. આનન્દ૦ ૧ પ્રતિકૂળ સાનુકૂળ તાપ જ ટાઢ રાત્રી દિનમાં જડ સૂક્ષ્મમાંને સ્કૂલમાં, આનન્દને સુખ કન્દ છું. આનન્દ ૨ વિધી જનના વૃન્દમાંને, દુર્જનોના ફન્દમાં, નિવૃત્તિથી રહેતાં અમારે, દુખના નહિ કદ્ધ છે. આનન્દ૦ ૩ સંપત્તિમાં નહિ હર્ષને, વિપત્તિમાંના મન્દ છું; અનુભવ અનુપમ વાસના, શીતલ મઝાને ચન્દ છું. આનન્દ. ૪ બન્ધન નહીં એ બાહ્યનાં, બંધાઉ ના હું બાહ્યમાં, વૃત્તિ શુભાશુભ ક્ષીણ થયે, દૃષ્ટા ખરે નિબંધ છું. આનન્દ૦ ૫ સમ્યગ નિરક્ષણ આત્મનું, એ વસ્તુત: જગમુક્ત છું; એ કલ્પનાના ભેદથી વિમુક્ત સાચે વંઘ છું. આનન્દ. ૬
For Private And Personal Use Only