________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાજનપદ્ય સંગ્રહ.
પરાના રોગીઓ પાસે, જઈને જૂઠ ના વદવું; જણાશો બાલ ચેષ્ટાવત્, જણાયા તે હવે સમજે. પરાને ભાવ છે સાચે, અનુભવથી જણાતો એ બુદ્ધિયબ્ધિસત્ય સંકલ્પ, પરામાં ઉઠતા ફળતા. સં. ૧૯૬૯ વૈશાખ વદિ ૧૧
6 શુદ્ધતનામસંગ. » વારી જઉં તારા ઉપર સે પ્રાણુ આ કુરબાન છે, તારા મનહર રૂપમાં મનડું સદા ગુલ્તાન છે; તુજ રૂપમાં તલ્લીન થઈ રાચી રહું માચી રહું, મુજ શુદ્ધ રંજન ધાતુથી અન્તર્ થકી મેળજ લહું. ૧ આનન્દના અદ્વૈતમાં અન્તર્ સમાધિમાં રહ્યો, તુજ દેખતાં ને ભેટતાં આનન્દ જાયજ ના કહે; તુજ ધ્યાનના એકતાનથી અલમસ્ત જૈ જીવું ખરે, એ ભાવ જીવન પામતાં નિર્ભય દશા અન્તર્ ઝરે. શુભ એક જાતિ એકરંગી મેળ અત્તરમાં થયો,
જ્યાં વ્યક્તિ ભેદે મેળ ના એ મેળ અન્તરૂમાં વહ્યો, એ મેળ તારી સાથમાં પરમાત્મતાની વાટમાં, બુદ્ધચબ્ધિ ચેતન લાલીમા પ્રગટી હૃદયના ઘાટમાં. ૩
શુદ્ધ ચેતના પોતાના આત્મસ્વામીને કથે છે કે હે સ્વામિન! હું ત્યારા અસંખ્ય પ્રદેશરૂપ અંગપર વારી જાઉં છું. મારા ભાવપ્રાણ તારા માટે કરબાન છે. હે ચેતન ! અસંખ્ય પ્રદેશરૂપ હારા રૂપમાં હું ગુલ્લાન થઈ ગઈ છું. શુદ્ધ ચેતના કયે છે કે હારા રૂપમાં જલમાં માછલીની પેઠે રાચી રહું છું. મારી શુદ્ધ રંજનતા રૂપ ધાતુથી અતરંગ ભાવે તારાથી મેળાપ કરું છું. હે શુદ્ધ ચેતન! દેખતાં અને ભેટતાં જે આનન્દ ઉત્પન્ન થયે છે તે કળી શકાય તેમ નથી. હારા ધ્યાનમાં એકતાન થઈને હું સદા જીવું છું. એવું ભાવજીવન પામતાં મારી નિર્ભયદશા અન્તમાં વહે છે.
સંવત ૧૯૬૯ શુદિ ૨
ર
For Private And Personal Use Only