________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
ભજનપલ સંગ્રહ.
*= = ૩મારું નિવેદન, જડ
- હરિગીત. લેખ લખ્યા ગ્રન્થો રચા ભાષણ કર્યા જે અમે, સાપેક્ષદષ્ટિથી સકલ જગ બાળે જાણે તમે, અધિકાર પાત્ર સુભેદથી જૂદું લખાયું જાણશે, જિન વાણુના અનુસારથી સર્વે હૃદયમાં આણશે. ઉપજ્યા વિચારે ચિત્તમાં તે તે લખ્યા સમજાવવા, જે ભૂલ તેમાં હોય તો માફી તણું લઉ છું દવા, આશય અમારા પૂર્ણ જાણ્યા વણ ખરૂં સમજાય ના. જે જે લખ્યું તે આશય સમજ્યા વિના પરખાય ના. ૨ ગીતાર્થ જે સિદ્ધાંતના તે આશયે સમજે સહ, ગીતાર્થદષ્ટ ભૂલ તેની માણી હું પહેલાં લહે; અધ્યાત્મજ્ઞાને જે ભર્યા દ્રવ્યાનુયોગે જે ભય, આશય અમારા જાણવા અધિકારી તે દિલમાં ધો. ગીતાર્થની દષ્ટિ વિષે સાપેક્ષ સહુ સમજાય છે, આશય ઘણા ગંભીર જે અધ્યાત્મના પરખાય છે, આગમ થકી વિપરીતની હઠ હું જરા ધરતે નથી, આગમતણા અભ્યાસથી કુરણ લહી તે તે કથી. : ૪ ચારિત્ર પૂર્ણાચારને ધરવાતી વૃત્તિ થતી, આચાર પૂર્ણ પળે નહીં દિલ દાઝ વૃત્તિ ઉપજતી; દર્શનતણી સેવા અને ભક્તિવિશે રંગે રો, આગમતનું ભક્તિ વિષે પ્રેમે સદા હું ગહગો. શુભ જેન શાસન ભક્તિ હેતે જે રચ્યું તે જાણશે, છૂપાય નહિંસાચું જરા એવું હૃદયમાં આણશે; પ્રશસ્ય રાગે ધર્મની સેવા કરી પહેલાં ઘણી, બુદ્ધયબ્ધિ સાચી ફજેથી ભક્તિ કરી શાસનતણું. સં. ૧૯૬૯ વૈશાખ શુદિ ૧૧
For Private And Personal Use Only