________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૧૭૧
* ચારમાનો માર. તેરી ચરખ બેલે રામ રામ રામ તુહિરે રામ તુંહિ રામ તુહિએ રાગ.
સુરતા સાધી શૂન્યમાં રે, ઝળહળ ઝળકે જાત, ઝળહળભાનુ પ્રગટી રે, થયે ભુવન ઉત; આનન્દ અપરંપારા રે, એ ભાસ્ય આતમરામ, અલખ રામ તુંહિ રે રામ તુહિ રામ તુહિ રામ તુહિ. ૧ લંકા ગઢ જીત્યે લઢી રે, માર્યો રાવણ રાય; સીતા સતી લઈ સાથમાં રે, આવ્યો નિજપુર ઠાય. આનન્દ. ૨ સાગર ખૂબ વાવીયે રે, રત્ન કાઢ્યાં ચઉદ; અન્તરૂમાં ઉતારીયાં રે, નાઠા દુ:ખના ફન્દ. આનન્દ. ૩ છેટે જગ મેટે થયે રે, મવરા ના માય; અન્તર્ દષ્ટિ દેખતાં રે, અન્તરમાંહી જણાય. સાગરમાં નદીઓ મળી રે, સરવરને શે ભાર; ગાગર સાગરમાં સમી રે, રહ્યો ન ભેદ લગાર. આનન્દ. ૫ સર્વ સમાતું જે વિષે રે, જેમાં સૈન વાસ; સર્વ પ્રકાશે જ્યાં સમે રે, તે હું પોતે ખાસ. આનન્દ. ૬ ઉપજે વિણસે જ્યાં સહુ રે, પણ જગથી જે ભિન્ન, તે હું પોતે પરખીયે રે, ધ્યાન ધરી લયલીન. આનન્દ. ૭ લીલા જેની લખ ઘણું રે, કેઈ ન પામે પાર; બુદ્ધિસાગર સદ્દગુરૂ રે, બેધ સદા સુખકાર. સં. ૧૯૬૯ વૈશાખ સુદ ૮ ૧ શુન્યમાં–આત્માના રાગ દ્વેષ રહિત નિર્વિકલ્પ સ્વરૂપમાં.
આન, ૪
આન, ૮
For Private And Personal Use Only